બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / india vs bharat renaming row congress tmc aap how opposition parties are reacting

India vs Bharat / કોઇએ કહ્યું INDIA ગઠબંધન, તો કોઇએ જણાવ્યું નોટબંધીનું કારણ... જાણો આ મુદ્દે શું-શું કહી રહ્યાં છે 12 વિપક્ષી નેતાઓ?

Arohi

Last Updated: 12:20 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Vs Bharat: શું 2024 કે તેના પહેલા ઈન્ડિયા ભારતના નામથી ઓળખવામાં આવશે? દેશભરમાં તેને લઈને ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા રાષ્ટ્રપતિ ભવનથી આવેલા આમંત્રણ પત્રથી સામે આવ્યા બાદ શરૂ થઈ. જેમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યા પર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખેલું હતું.

  • ઈન્ડિયા નહીં હવે કહેવાશે 'ભારત'?
  • દેશભરમાં તેને લઈને ચર્ચા
  • દેશમાં નામને લઈને રાજકારણ શરૂ 

જી-20 પહેલા દેશમાં દેશના નામને લઈને રાજકીય ધમાસાન શરૂ થઈ ગયું છે. આ સંપૂર્ણ વિવાદની શરૂઆત રાષ્ટ્રપતિ ભવનથી આવેલા આમંત્રણ પત્રથી થઈ, જેમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યા પર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખેલું હતું. 

આ આમંત્રણ પત્ર 9 સપ્ટેમ્બરથી ભારતમાં થવા જઈ રહેલી G-20 સમિટથી લઈને વિદેશી મહેમાનો અને ભારતના અમુક નેતાઓને મોકલવામાં આવ્યું. આ નિમંત્રણના સામે આવ્યા બાદથી જ વિપક્ષ હુમલો કરી રહ્યું છે. 'INDIA' ગઠબંધનના નેતાઓનો દાવો છે કે ઈન્ડિયા કે ભારત વાળા વિવાદ પાછળ BJPનો ડર છે. આવો જાણીએ કે કયા વિપક્ષી નેતાઓ શું કહ્યું?  

મમતા બેનર્જી 
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "આજે તેમણે INDIAનું નામ બદલી નાખ્યું, G20 શિખર સન્મેલનના રાત્રિભોજનના આમંત્રણ કાર્ડમાં, 'ભારત'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં આ ઈન્ડિયા અને ઈન્ડિયન કંસ્ટીટૂશન અને હિંદીમાં અમે ભારત અને ભારતનું સંવિધાન કહીએ છીએ. તેમાં નવું શું છે? પરંતુ ઈન્ડિયા નામને દુનિયા જાણે છે. અચાનક એવું શું થયું કે તેમણે દેશનું નામ બદલવું પડ્યું?"

એમકે સ્ટાલિન 
તમિલનાડુના સીએમ અને ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને કહ્યું, "ફાસીવાદી બીજેપી શાસને ઉખાડ ફેંકવા માટે વિપક્ષો એકત્ર થઈને ગઠબંધનને INDIA નામ આપ્યું. પરંતુ હવે બીજેપી ઈન્ડિયાને ભારતમાં બદલવા માંગે છે. બીજેપીએ ભારતમાં ફેરફાર કરવાનું વચન આપ્યું હતું. પરંતુ 9 વર્ષ બાદ ફક્ત નામ જ બદલેલું મળ્યું છે."

અધીર રંજન ચૌધરી 
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, "હિંદૂ નામ પણ વિદેશોમાં આપવામાં આવ્યું છે. મને લાગે છે કે પીએમ ખુદ INDIA નામથી ડરે છે. જે દિવસથી ઈન્ડિયા નામનું ગઠબંધન થયું છે. તે દિવસથી પીએમ મોદીની INDIA નામ પર નફરત વધી ગઈ છે. જો તે અંગ્રેજોના આટલા જ વિરોધી છે તો તેમણે રાષ્ટ્રપતિ ભવન, જે વાયસરાયનું ઘર હતું તેનો ત્યાગ કરી દેવો જોઈએ."

સીપીઆઈ લિબરેશને કહ્યું, "મોદી સરકાર નોટબંધી બાદ નામબંધી કરવા જઈ રહી છે."

અરવિંદ કેજરીવાલ 
દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું, "જો અમુક પાર્ટીઓનું ગઠબંધન INDIA બની જાય છે તો શું તે દેશનું નામ બદલશે? દેશ 140 કરોડ લોકોનો છે. કોઈ પાર્ટીનો નથી. માની લો કે જો ઈન્ડિયા ગઠબંધન પોતાનું નામ ભારત રાખે છે તો શું તે ભારતનું નામ બદલીને BJP રાખશે? આ કેવો મજાક છે? બીજેપીને લાગે છે કે તેમના વોટની સંખ્યા ઓછી થઈ જશે માટે ભારતનું નામ બદલી નાખવા માંગે છે."

ગૌરવ ગોગોઈ
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, "અમે ઈન્ડિયા અને ભારત માટે કામ કરી રહ્યા છીએ. જ્યારે બીજેપી ઈન્ડિયા Vs ભારત માટે કામ કરી રહી છે. 2014થી 2023 સુધી બીજેપીને INDIA શબ્દથી કોઈ મુશ્કેલી ન હતી. INDIA ગઠબંધન બાદ તેમના દિલમાં એક નવી નફરત પેદા થઈ છે. તે વાતને પચાવી નથી શકતા કે INDIA ગઠબંધનને જનતાએ સ્વીકાર કરી લીધુ છે. મોંઘવારી, બેરોજગારી, અદાણી વિરૂદ્ધ, તપાસ, ચીન, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને મણીપુર હિંસા જેવા મહત્વના મુદ્દાથી બીજેપી સતત ધ્યાન ભટકાવી રહી છે."

તેજસ્વી યાદવ 
બિહારના ડેપ્યુટી સીએમ અને રાઝદ નેતા તેજસ્વી યાદવે કહ્યું, "પીએમ મોદી પહેલા કહેતા હતા કે વોટ ફોર ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, શાઈનિંગ ઈન્ડિયા. અહીં સુધી કે આધાર અને પાસપોર્ટ પર INDIAનો ઉલ્લેખ છે. આ વસ્તુ બતાવે છે કે પીએમ મોદી INDIA ગઠબંધનથી ડરેલા છે. સંવિધાનમાં વી ધ પીપલ ઓફ ઈન્ડિયાનો ઉલ્લેખ છે. ઈન્ડિયા ગઠબંધનનો નારો છે. "જુડેગા ઈન્ડિયા, જીતેગા ભારત." જો તેમને INDIAથી મુશ્કેલી છે તો તેમને ભારતથી પણ મુશ્કેલી હોવી જોઈએ. આ લોકો ડરે છે. ઈન્ડિયા અને ભારત એક છે. ઈન્ડિયા ભારત અને ભારત INDIA છે. તે ગભરાઈ ગયા છે માટે આમ કરી રહ્યા છે."

તિરૂચિ શિવા
ડિએમકે સાંસદ તિરૂચિ શિવાએ કહ્યું, "તે INDIA નામથી ડરે છે. ઈન્ડિયા ન ફક્ત દેશનું નામ છે. પરંતુ દુનિયાભરમાં લોકો તેને સારી રીતે જીવે છે. કોઈ પણ તેનું નામ ન બદલી શકે. વિપક્ષીને એકત્રીત થવા અને ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવથી બીજેપી ડરી ગઈ છે."

રાઘવ ચડ્ઢા
આપ નેતા રાઘવ ચડ્ઢાએ કહ્યું, અમારી રાષ્ટ્રીય ઓળખ બીજેપીની ખાનગી સંપત્તિ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ