બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / india taiwan labor supply pact after israel taiwan wants to give jobs to one lakh indians

ગુડ ન્યૂઝ / ઈઝરાયલે ભારતને કહ્યું- તમારા એક લાખ લોકોને મોકલો, હવે ટેકનોલોજીમાં આગળ આ દેશે પણ આપી આવી જ ઓફર

Dinesh

Last Updated: 01:50 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taiwan job: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે પુષ્ટિ કરી કે ભારત-તાઈવાન જોબ એગ્રીમેન્ટ હવે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે

  • ઈઝરાયેલ બાદ હવે તાઈવાનએ કરી મોટી ઓફર
  • તાઈવાન એક લાખથી વધુ ભારતીયોને રોજગારી આપશે
  • ફેક્ટરીઓમાં, ખેતરોમાં અને હોસ્પિટલોમાં કામ કરવા માટે નોકરી આપશે


Taiwan job: હવે દુનાયા આખીમાં ભારતીયો માટે રોજગારના દરવાજા ફટાફટ ખુલી રહ્યા છે. ઈઝરાયેલ બાદ હવે તાઈવાન પણ ભારતના એક લાખથી વધુ ભારતીયોને રોજગારી આપવાની યોજના બનાવી રહ્યું છે. તાઇવાન ભારતીયોને ફેક્ટરીઓમાં, ખેતરોમાં અને હોસ્પિટલોમાં કામ કરવા માટે નોકરી આપશે. ફર્સ્ટ પોસ્ટના અહેવાલ મુજબ આ કર્મચારીઓ આવતા મહિનાની શરૂઆતમાં ત્યાં જઈ શકેશે.

વિદેશ જવા માંગતા ભારતીયો માટે બખ્ખા
રિપોર્ટ અનુસાર તાઈવાનમાં બેરોજગારીનો દર સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આ સ્થિતિમાં તેને મેન્યુફેક્ચરિંગ, હેલ્થ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે. જેના માટે પોતાના દેશમાં માણસો નથી. એવામાં તેણે ભારત તરફ સમાધાનનો હાથ લંબાવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારત અને તાઈવાન વચ્ચે આવતા મહિને નોકરીઓ અંગે સમજૂતી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા હમાસ સાથે યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલે પણ એક લાખ ભારતીયોને નોકરીની વાત કરી છે.

વાટાઘાટો અંતિમ તબક્કામાં
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે પુષ્ટિ કરી કે ભારત-તાઈવાન જોબ એગ્રીમેન્ટ હવે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. આ કરાર એવા સમયે થવા જઈ રહ્યો છે જ્યારે તાઈવાનને તેની ઝડપથી વધતી વસ્તીને કારણે વધુ કામદારોની જરૂર છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2025 સુધીમાં તાઈવાનની 20 ટકાથી વધુ વસ્તી 80 વર્ષની થઈ જશે. એવું માનવામાં આવે છે કે તાઈવાનની આ ઓફર બાદ ચીન ફરી એકવાર અસંમજસમાં મુકાઈ જશે.

સમાન પગાર અને વીમા જેવી તમામ સુવિધાઓ અપાશે
તાઈવાને ભારતના કુશળ કામદારોને તેમના દેશના કામદારોની સમાન પગાર અને વીમા જેવી તમામ સુવિધાઓ આપવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારત જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત 13 દેશો સાથે આવા કરાર થઈ ચૂક્યા છે. તાજેતરમાં જ ઈઝરાયેલે ભારત પાસે તાત્કાલિક અસરથી એક લાખ કામદારોની માંગણી કરી છે. કારણ કે ઈઝરાયેલે 90 હજાર પેલેસ્ટાઈનની પરમિટ રદ કરી દીધી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ