બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India Squad For Asia Cup: Rohit Sharma To Lead, Jasprit Bumrah Out Due To Injury

ક્રિકેટ / રોહિતની 'સેના' 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે ટકરાશે, એશિયા કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, જાણો કોને લેવાયા

Hiralal

Last Updated: 09:47 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે 27 ઓગસ્ટથી યુએઈમાં શરુ થઈ રહેલા એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દીધું છે.

  •  એશિયા કપ માટે ટીમ ઈન્ડીયાની કરી જાહેરાત
  • રોહિત શર્મા કેપ્ટન
  • વિરાટ કોહલી અને રાહુલને સ્થાન મળ્યું 
  • 27 ઓગસ્ટથી યુએઈમાં શરુ થશે એશિયા કપ
  • 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન ટકરાશે 
  • ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પડતો મૂકાયો

બીસીસીઆઈએ એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે. સોમવારે મુંબઈમાં ચીફ સિલેક્ટર ચેતન શર્માની આગેવાની હેઠળની સિલેક્શન કમિટિની મિટિંગ બાદ 15 સભ્યોની ભારતીય ટીમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. એશિયા કપની ટીમ ઈન્ડીયામાં વિરાટ કોહલી અને કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. તો કમરની ઈજાને કારણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સંપૂર્ણ આરામ અપાયો છે. 

બુમરાહ અને હર્ષલ પટેલને બદલે ત્રણ ખેલાડીઓ
સિલેક્શન કમિટીએ ઈજાને કારણે જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલને ટીમમાં સામેલ કર્યાં નથી. તેમને બદલે શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 

ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહને સ્થાન મળ્યું 
ભારતીય ટીમમાં ત્રણ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહને સ્થાન મળ્યું છે. જ્યારે ચાર સ્પિન બોલરો બિશ્નોઈ, ચહલ, જાડેજા અને અશ્વિન છે.

એશિયા કપ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી યોજાશે એશિયા કપ 
યુએઈમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. એશિયા કપની ટૂર્નોમેન્ટમાં  ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટ માટે પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આ સાથે જ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ બાદ છઠ્ઠી અને અંતિમ ટીમ નક્કી કરવામાં આવશે. હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને યુએઈની છ ટીમોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ 20મી ઓગસ્ટથી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ