બ્રેકિંગ ન્યુઝ
VTV / India is the 5th largest economy in the world, so why are the rich leaving the country
Dinesh
Last Updated: 08:20 PM, 5 July 2023
ADVERTISEMENT
એક તરફ આંકડાઓ એવું કહી રહ્યા છે કે, ભારત બ્રિટનને પછાડીને દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને 2030 કે તે પછી તો ભારત પહેલી ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓમાં પણ આવી જશે. સામે પક્ષે સિક્કાની બીજી બાજુ થોડી અલગ છે. લોકસભામાં સરકારે આપેલા આંકડા અને ખાનગી સંસ્થાઓના આંકડાને સાચા માનીએ તો ભારતમાંથી 2023માં જ 6 હજાર 500 જેટલા ધનિકો વિદેશ જઈને વસી જાય તેવી શકયતા છે. સામાન્ય સંજોગોમાં મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગ અર્થઉપાર્જન માટે વિદેશ જાય તે સામાન્ય બાબત છે, પરંતુ ધનિકો માટે અર્થઉપાર્જન કદાચ વિદેશમાં વસવાટનો હેતું ન હોય શકે કારણ કે આ ધનિકો એ કેટેગરીના છે જેની સંપતિ 8.2 કરોડ રૂપિયા કે તેથી વધુ છે. એવા કયા કારણો છે કે 2020ના કોરોનાના વર્ષને બાદ કરતા છેલ્લા દાયકામાં ભારતમાંથી સુપર રિચ કેટેગરીના લોકો દેશ છોડીને જતા રહ્યા. ભારતને બદલે સુપર રિચ લોકોની પહેલી પસંદ દુબઈ, પોર્ટુગલ જેવા નાના દેશ કેમ બન્યા. ધનવૃદ્ધિ માટે ભારતમાં યોગ્ય વાતાવરણ નથી મળતું કે સુરક્ષાના પ્રશ્નો છે કે પછી સામાજિક પ્રશ્નો છે.
ADVERTISEMENT
આજની ચર્ચા કેમ?
દેશમાંથી ધનિકોનું પલાયન વધ્યું છે તેવું ખાનગી સંસ્થા હેનલી પ્રાઈવેટ હેલ્થ માઈગ્રેશનનો રિપોર્ટ સામે આવ્યો છે. HNI કેટેગરીના લોકો મોટા પ્રમાણમાં ભારત છોડી રહ્યા છે તેમજ 2023માં 6 હજાર 500 સુપર રિચ ભારતીયો દેશ છોડી શકે છે તેવું હેનલી પ્રાઈવેટ હેલ્થ માઈગ્રેશનના રિપોર્ટનું તારણ છે. 2022 કરતા 2023માં ધનિકોનું દેશ છોડવાનું પ્રમાણ ઘટ્યું છે.
ધનિક ભારતીયો દેશ છોડીને ક્યાં જાય છે?
પોર્ટુગલ
સ્પેન
માલ્ટા
ગ્રીસ
દુબઈ
સિંગાપોર
યુરોપ
અમેરિકા
પાંચ વર્ષમાં કેટલા ભારતીયોએ દેશ છોડ્યો?
2017 | 1 લાખ 33 હજાર |
2018 | 1 લાખ 34 હજાર |
2019 | 1 લાખ 44 હજાર |
2020 | 85 હજાર 248 |
2021 | 1 લાખ 63 હજાર |
2022 | 2 લાખ 25 હજાર.3 |
ધનિક ભારતીયો દેશ કેમ છોડે છે?
સુરક્ષા
ક્લાઈમેટ ચેન્જ
ક્રિપ્ટો કરન્સી અંગે સરકારના નિયમ
જટીલ કરમાળખુ
બહાર નાણાં મોકલવાના કડક નિયમ
દુબઈનો લોકપ્રિય બનતો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ
દુબઈના કર કાયદા અને વ્યાપાર પ્રણાલી લોકપ્રિય
રોકાણ, રૂપિયા કમાવવામાં સરળતા
યુરોપ-અમેરિકામાં સામાજિક તાણાવાણા નડતા નથી
દેશ છોડવાના ક્રમમાં ભારત ક્યાં?
ધનિકોના દેશ છોડવાના ક્રમમાં પહેલા નંબરે ચીન આવે છે અને ચીન પછી ધનિકોના દેશ છોડવામાં ભારત બીજા નંબરે છે. એક અંદાજ પ્રમાણે 2023માં ચીનમાંથી 13 હજાર 500 ધનિકો દેશ છોડી શકે છે, ભારતમાં ચાલુ વર્ષે 6 હજાર 500 ધનિકો દેશ છોડે તેવો અંદાજ છે અને ધનિકોના દેશ છોડવામાં રશિયા ત્રીજા ક્રમે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.