બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / India got a bumper Diwali gift more than 1 lakh people will get employment job deal will be signed

વિચારણા / ભારતને મળી બમ્પર દિવાળી ગિફ્ટ, 1 લાખથી વધુ લોકોને મળશે રોજગારી, જોબ ડીલ થશે સાઇન

Kishor

Last Updated: 10:41 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાઇવાન ફેક્ટરીઓ, ફાર્મ અને હોસ્પિટલોમાં કામ કરવા માટે 100,000 થી વધુ ભારતીયોને નોકરી પર રાખી શકે છે.

  • તાઈવાન ભારતને આપી શકે છે દિવાળીની સૌથી મોટી ભેટ 
  • 100,000 થી વધુ ભારતીયોને નોકરી પર રાખશે તાઈવાન
  • આ ભેટને કારણે ચીનને ઘણું ખરાબ લાગી શકે છે

તાઈવાન તરફથી ભારતને દિવાળી નિમિત્તે એક મોટી ભેટ આપવામાં આવી શકે છે. ખુશીની વાત એ છે કે તાઇવાન દ્વારા એક લાખથી વધુ ભારતીય લોકોને રોજગાર આપવા જઈ રહ્યું છે.આ ડીલ પાર પડી જશે તો તાઈવાન અને ભારતના સંબંધોમાં મજબૂતી વધી શકે છે. જેથી ચીનની મુશ્કેલી પણ વધી શકે છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર તાઇવાન ફેક્ટરીઓ, ફાર્મ અને હોસ્પિટલોમાં કામ કરવા માટે 100,000 થી વધુ ભારતીયોને નોકરી પર રાખી શકે છે. ડિસેમ્બર સુધીમાં આ ડીલ થઈ શકે છે.

Government Job | VTV Gujarati
તાઇવાનને કર્મચારીઓની જરૂર છે 

તાઇવાનના લોકો સતત વૃદ્ધ થઈ રહ્યા છે જેને લઈને તેમને કામદારોની જરૂરત ઊભી થઈ રહી છે બીજી બાજુ ભારતની અર્થવ્યવસ્થા ભલે દુનિયાના બાકી દેશો નહીં સરખામણીએ તેજ હોય પરંતુ તે દર વર્ષે શ્રમ બજારમાં લાખો નોકરીઓ પેદા કરવા માટે પૂરતું નથી. 


એક અંદાજ મુજબ તાઇવાન 2025 સુધીમાં "સુપર એડઝ" સમાજ બની જશે, જેમાં વૃદ્ધ લોકો વસ્તીના પાંચમા ભાગ કરતાં વધુ હોવાનો અંદાજ છે. બીજી બાજુ ભારત-તાઈવાન જોબ ડીલ હવે ફાઇલિંગ સ્ટેજ પર હોવાનું ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું.


આ દેશો સાથે પણ જોબ ડીલ ચાલી રહી છે
તાઇવાનમાં બેરોજગારીનો દર 2000 પછી તેના સૌથી નીચા સ્તરે આવી ગયો છે, સરકારને તેની $790 બિલિયનની અર્થવ્યવસ્થા ચાલુ રાખવા માટે કામદારોની ખાસ જરૂર ઉભી થઇ છે. જેથી હવે તાઈવાન ભારતીય કામદારોને સ્થાનિકોની જેમ પગાર અને વીમા પોલિસી ઓફર કરી રહ્યું છે. આ વર્ષે ભારત ચીનને પાછળ છોડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારત સરકારે જાપાન, ફ્રાન્સ અને યુકે સહિત 13 દેશો સાથે ડીલ કરી હોવાનો નિષ્ણાતો દ્વારા દાવો કરાઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ