બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / India development a big statement of Union chief Mohan Bhagwat

મુંબઇ / ...તો ભારત વિકાસનો રાહ ભટકશે, દેશના વિકાસને લઈ સંઘના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

Kishor

Last Updated: 12:04 AM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે દેશના વિકાસ મામલે નિવેદન આપી કહ્યું હતું કે ભારતનો વિકાસ તેમના વિઝન, લોકોની પરિસ્થિતિ અને તેના મૂલ્યો આધારિત હશે.

  • ભારતના વિકાસ અંગે સંઘના વડા મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન
  • ભારત ચીન અને અમેરિકા જેવા બનવાની કોશિશ કરશે તો વિકાસ નહિ થઈ શકે
  • ભારતનો વિકાસ તેમના વિઝન, લોકોની પરિસ્થિતિ અને તેના મૂલ્યો આધારિત હશે


ભારતના વિકાસને લઈને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મામલે જણાવ્યું હતું કે જો ભારત ચીન અને અમેરિકા સહિતના દેશો જેવું બનવાની કોશિશ કરશે તો તે વિકાસની દિશામાં આગળ વધી શકશે નહીં. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ભારતનો વિકાસએ તેમના વિઝન, લોકોની પરિસ્થિતિ અને તેના મૂલ્યો તેમજ સંસ્કૃતિ અને વિશ્વ દૃષ્ટિકોણના પરિબળ પર આધારિત હશે.


મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં ભાગવત બોલ્યા આવું

ભાગવતએ રવિવારે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી સંબોધન વેળાએ ભારતના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતના વિકાસ અંગે વાત કરતા કહ્યું હતું કે કોઈ પણ દેશનો વિકાસ ત્યાંના લોકોની આકાંક્ષાઓ, પરંપરા અને સંસ્કૃતિ, વિશ્વ અને વિચારો પર આધારિત હોય શકે છે. 

આપણે કુદરત અને આપણી શરતો પ્રમાણે પગલાં લેવા જરૂરી

વધુમાં મોહન ભાગવતે ઉમેર્યું હતું કે ધર્મ માણસને સમૃદ્ધ અને સુખી બનાવે છે, પરંતુ પ્રકૃતિનો નાશ કરે છે, તે ધર્મ નથી. જો ભારત અમેરિકા અને ચીનને જોઈને એ જ અનુસરે છે તો તે ભારતનો વિકાસ નથી. વિકાસ થઇ પણ તો ભારત ચીન અને અમેરિકા જેવું બની જશે. આથી જો દુનિયામાં કોઈ સારા વિઝન આવે તો તેને બેશક અનુસાર જોઈએ પરંતુ હાલ આપણે કુદરત અને આપણી શરતો પ્રમાણે પગલાં લઈશું. તેમ અંતમાં મોહન ભાગવતે કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ