બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / INDIA Alliance: CM Mamta Banergee said that Congress is shaking hands with BJP in W.Bengal

લોકસભા / I.N.D.I.A. માં ફૂટ? કોંગ્રેસે AAPને આપ્યો જોરદાર ઝટકો, બીજી તરફ મમતા બેનર્જીએ કહ્યું- શરમ આવવી જોઈએ તમે બધા...

Vaidehi

Last Updated: 05:00 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષ ગઠબંધન I.N.D.I.A બનતાની સાથે જ તેમાં તિરાડ પડવા લાગી. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં કોંગ્રેસનાં નેતાઓ છોડી રહ્યાં છે ગઠબંધનનો સાથ? જુઓ મમતા બેનર્જી અને બાજવા શું બોલી ગયાં.

  • વિપક્ષ ગઠબંધન I.N.D.I.Aમાં પડી શકે છે તિરાડ
  • CM મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો 
  • બાજવાએ પંજાબમાં આપ્યું ચોંકાવનારું નિવેદન

હજુ તો વિપક્ષ ગઠબંધન I.N.D.I.A સંપૂર્ણપણે કામ ચાલુ કરે તે પહેલાં જ તેમાં ખાડા પડવા માંડ્યા હોય તેવું લાગી રહ્યું છે. CM મમતા બેનર્જીએ આરોપ મૂક્યો કે,' પ.બંગાળમાં કોંગ્રેસ ભાજપ સાથે હાથ મળાવી રહી છે' તો પંજાબમાં બાજવા બોલ્યાં કે,' અમે AAPનાં સમર્થન વગર ચૂંટણી જીતશું.'

'કોંગ્રેસ બંગાળમાં ભાજપને  ઓક્સિજન આપી રહી છે'
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ભાજપ સહિત કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે કોંગ્રેસ અને CPM પર આરોપ મૂકતાં કહ્યું કે,' બંને પાર્ટીઓએ પશ્ચિમ બંગાળમાં ભાજપની સાથે ગુપ્ત કરાર કરી લીધો છે. બંને પાર્ટીઓ ભાજપને બંગાળમાં ઓક્સિજન આપી રહી છે.'

પોતાના પર શરમ આવવી જોઈએ-મમતા
તેમણે કહ્યું કે," જ્યારે વિપક્ષ BJPનાં નેતૃત્વવાળી NDAનાં ગઠબંધનની સામે એકજૂથ થવાનાં પ્રયાસો કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને CPM પશ્ચિમ બંગાળમાં ભાજપને ઓક્સિજન આપી રહ્યાં છે. બંગાળમાં ભાજપ, કોંગ્રેસ અને માકપાની વચ્ચે ગુપ્ત કરાર થયાં છે. રાષ્ટ્રીય સ્તર પર અમે I.N.D.I.A મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ જ્યારે પ.બંગાળમાં બીજે-ઈન્ડિયાનો પ્રયાસ થઈ રહ્યો છે." તેમણે કહ્યું કે," તેઓ ચુપચાપ પ.બંગાળમાં ભાજપ સાથે હાથ મળાવી રહ્યાં છે, તેમને શરમ આવવી જોઈએ. જો તેઓ આ પ્રકારની રણનીતિ ચાલુ રાખશે તો હું એ કહેવા મજબૂર થઈ જઈશ કે TMC પ.બંગાળમાં કોંગ્રેસ અને ભાજપની વિરોધમાં છે."

પંજાબમાં કોંગ્રેસ બોલી -અમે AAPનાં સમર્થનમાં નથી
તો બીજી તરફ પંજાબમાં વિપક્ષ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે," આવનારી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી રાજ્યની તમામ 13 સંસદીય સીટો પર એકલા જ ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટી સાથે કોઈ જ કરાર નહીં થાય." બાજવાનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે કોંગ્રેસ અને AAP એકજૂથ થઈને કેન્દ્રની ભાજપ અને NDA સામે લડી રહી છે. કોંગ્રેસે હાલમાં સદનમાં દિલ્હી સર્વિસ બિલનાં વિરોધમાં પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ