બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs WI T20 17-year-old history of Team India became bad, 3 embarrassing records were made under Hardik's captaincy

IND vs WI / ટીમ ઈન્ડિયાનો 17 વર્ષ જૂનો ઈતિહાસ થયો ખરાબ, હાર્દિકની કેપ્ટનશીપમાં બન્યા 3 શરમજનક રેકોર્ડ

Megha

Last Updated: 11:05 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI series: ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી T20માં 8 વિકેટે હારી, હાર્દિક પંડ્યાના નેતૃત્ત્વમાં આ સીરિઝમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

  • ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી T20માં 8 વિકેટે હારી
  • હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનો આ રેકોર્ડ તૂટી ગયો
  • આ સીરિઝમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

IND vs WI series: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી T20માં 8 વિકેટે હારી ગઈ. આ સાથે ટીમ ઈન્ડિયા 3-2થી સીરિઝ પણ હારી ગઈ હતી. સતત 12 સીરીઝ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા કોઈ સીરીઝમાં હારી હોય. સાથે જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનો આ રેકોર્ડ એક જ ઝાટકે તૂટી ગયો હતો. 

17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લા 17 વર્ષમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓછામાં ઓછી ત્રણ મેચોની કોઈ સીરિઝ ગુમાવી નથી. પરંતુ અહીં હાર્યા બાદ ટીમનો આ રેકોર્ડ હવે તૂટી ગયો છે.

25 મહિનામાં પહેલી સીરિઝ હારી
આટલું જ નહીં ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 25 મહિનાથી એકપણ T20 સિરીઝ હારી નથી. છેલ્લી વખત ટીમ ઈન્ડિયા જુલાઈ 2021માં શ્રીલંકા સામે 3 મેચની T20 શ્રેણીમાં 2-1થી હારી ગઈ હતી. આ પછી આગામી 2 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વના કોઈપણ ખૂણામાં એક પણ T20 સીરિઝ ગુમાવી નથી.

પહેલી વખત આ બન્યું
આ સાથે જ હાર્દિકની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વધુ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયા ટી20 ક્રિકેટમાં ક્યારેય કોઈ સીરિઝની ત્રણ મેચ હાર્યું નથી પણ આવું વેસ્ટ ઈન્ડિઝમાં થયું. તે જ સમયે આ સીરિઝમાં હાર સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પ્રથમ વખત પ્રશ્નના ઘેરામાં છે.

ટીમ ઈન્ડિયાએ નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા
ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બે T20 જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને ત્રીજી અને ચોથી ટી20 જીતી લીધી. જો કે, પાંચમી T20 હારવાની સાથે ભારતીય ટીમે સીરિઝ પણ ગુમાવી દીધી હતી. નિકોલસ પૂરન અને બ્રાન્ડન કિંગે વેસ્ટ ઈન્ડિઝ માટે 107 રનની ભાગીદારી કરીને ભારતને મેચ અને સીરિઝ જીતવાથી દૂર રાખ્યું હતું. બ્રાન્ડોન કિંગ 55 બોલમાં 85 રન બનાવીને અણનમ રહ્યો હતો.

મેચની સાથે ભારતી ટીમે સીરિઝ ગુમાવી
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમવામાં આવેલ 5માં મુકાબલાની વાત કરવામાં આવે તો ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટીંગનો નિર્ણય કર્યો છે. ભારતે પહેલા બેટીંગ કરીને વેસ્ટઈન્ડિઝને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે 61 રનની ઈનિંગ રમી. તિલક વર્માએ 27 રન ફટાકર્યા. તિલક વર્મા મેચની પહેલી ઈનિંગમાં ભારત તરફથી બીજા નંબરે સૌથી વધુ રન ફટકાર્યા છે. વેસ્ટઈન્ડિઝે માત્ર 18 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ