બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IND vs SA 2nd Test Scorecard: 'Mian Bhai' Mohammad Siraj wreaks havoc in Cape Town... South Africa gets most embarrassing score
Pravin Joshi
Last Updated: 04:07 PM, 3 January 2024
ADVERTISEMENT
ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. આ મેચ બુધવાર (3 જાન્યુઆરી)થી કેપટાઉનમાં ચાલુ રહેશે. આ મેચમાં આફ્રિકન ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ શરૂઆતથી જ તરખાટ મચાવી દીધો હતો. સિરાજની તોફાની બોલિંગ સામે આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 રનમાં સમેટાઈ ગઈ હતી. સિરાજે મેચમાં 9 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે એડન માર્કરામ, ડીન એલ્ગર, ટોની ડી જોર્જી, ડેવિડ બેડિંગહામ, કાયલ વર્ગ્ને અને માર્કો જેન્સેનને પોતાનો શિકાર બનાવ્યા. આફ્રિકાએ 15 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 34ના સ્કોર પર 5મી વિકેટ પડી. આ પછી આફ્રિકાનો આખો દાવ 55 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચમાં મોહમ્મદ સિરાજનો તરખાટ એવો હતો કે આફ્રિકન ટીમ તરફથી વેરિયાને 15 રન અને બેડિંગહામે 12 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.
Innings Break!
— BCCI (@BCCI) January 3, 2024
A stupendous outing for our bowlers in the first innings as South Africa are all out for 55 runs in the first session of the 2nd Test.
This is the lowest Test score by an opposition against India.
Scorecard - https://t.co/j9tTnGLuBP #SAvIND pic.twitter.com/86iHajl5Yu
ADVERTISEMENT
ભારત સામે આફ્રિકાની ટીમનો શરમજનક સ્કોર
ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ સામે આફ્રિકન ટીમનો એક જ દાવમાં આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે નવેમ્બર 2015માં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારપછી નાગપુર ટેસ્ટમાં આફ્રિકાની ટીમ 79 રનમાં સમાઈ ગઈ હતી. તે મેચમાં સ્પિનર રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. તેમજ ઘરઆંગણે પણ ભારત સામે દક્ષિણ આફ્રિકાની ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા યજમાન આફ્રિકાએ ડિસેમ્બર 2006માં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ જોહાનિસબર્ગમાં આફ્રિકન ટીમ 84 રનમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં ઝડપી બોલર એસ શ્રીસંતે પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.
That's a 5-FER for @mdsirajofficial 🔥🔥
— BCCI (@BCCI) January 3, 2024
His first five-wicket haul in South Africa and third overall.#SAvIND pic.twitter.com/lQQxkTNevJ
ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ અને મુકેશ કુમાર.
દક્ષિણ આફ્રિકાની ટીમઃ
ડીન એલ્ગર (કેપ્ટન), એઈડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરે (વિકેટકીપર), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્જર અને લુંગી એનગિડી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.