બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs nep asia cup 2023 rohit sharma was stunned by virat kohli throw

ક્રિકેટ / IND vs NEP : ચાલુ મેચમાં એવું તો શું થયું કે ગુસ્સે ભરાયો રોહિત શર્મા, વિરાટ કોહલીએ તરત માંગી લીધી માફી

Arohi

Last Updated: 04:30 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 IND vs NEP: ઈન્ડિયા અને નેપાળની મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને ભારતને 10 વિકેટથી જીત અપાવી હતી. વરસાદના કારણે ભારતને 23 ઓવરોમાં 145 રનોનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

  • ચાલુ મેચમાં ગુસ્સે ભરાયો હતો રોહિત
  • એવું તો શું થયું હતું મેચમાં? 
  • વિરાટ કોહલીએ તરત માંગી લીધી માફી

ઈન્ડિયા અને નેપાળની મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલની દમદાર બેટિંગ અને વરસાદ બાદ ભારતને 10 વિકેટથી જીત મળી. આ જીતની સાથે જ ભારતીય ટીમ એશિયા કપ 2023ની સુપર-4માં પહોંચી ગઈ છે. નેપાળના વિરૂદ્ધ મેચમાં ભારતીય ટીમે ભલે એકતરફી જીત નોંધાવી હોય. પરંતુ એક વસ્તુએ કેપ્ટન સહિત ટીમ મેનેજમેન્ટની ચિંતા જરૂર વધારી દીધી હશે. 

આ મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ થોડી ડાઉન જોવા મળી હતી. પાંચ ઓવરની અંદર નેપાળના ત્રણ કેચ છુટી ગયા હતા. કેચ છોડનાર પ્લેયર શ્રેયસ અય્યર, વિરાટ કોહલી અને ઈશાન કિશાન હતા. અય્યર અને વિરાટને બેસ્ટ ફિલ્ડરોમાં શામેલ કરવામાં આવે છે. 

ત્યાં જ ઈશાન કિશાન પણ વિકેટ પાછળ ખૂબ જ સતર્ક હોય છે. આટલું જ નહીં આખી મેચમાં નેપાળને 10-15 રન તો એક્સ્ટ્રા મળી ગયા હતા. પરંતુ આ સમયે એવી પણ એક ઘટના બની જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

રોહિત શર્માને વાગ્યો વિરાટનો થ્રો 
વિરાટ કોહલીએ એક થ્રો એવો આપ્યો જે રોહિત શર્માને સીધો જઈને પેટની નીચે વાગ્યો. અને વિરાટ કોહલીએ તરત હાથ જોડીને તેમની માફી પણ માંગ લીધી. રોહિતને થોડા સમય સુધી તે ખૂબ દુખ્યું. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. પરંતુ થોડા સમયમાં તે ઠીક થઈ ગયા અને શાનદાર બેટિંગ કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ