બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:36 PM, 19 September 2023
ADVERTISEMENT
22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાના સામે રમાવવા જઈ રહેલી 3 વનડે મેચોની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેર કરવામાં આવી છે. પહેલી બે વનડે મેચો માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ત્યાં જ કેએલ રાહુલ શરૂઆતની બે મેચોમાં ટીમની કમાન સંભાળશે. ત્યાં જ આ રીસિઝ માટે ટીમ ઈન્ડિયામાં 37 વર્ષના એક ખેલાડીને શામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ 21 મહિનાથી ટીમ ઈન્ડિયા માટે એક પણ વનડે મેચ નથી રમી.
37 વર્ષના ખેલાડીની ચમકી કિસ્મત
વર્લ્ડ કપ પહેલા આ સીરિઝ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વની છે. આ મેચ ભારતમાં રમાશે જે વર્લ્ડ કપની તૈયારી કહી શકાય છે. આ સીરિઝમાં 37 વર્ષના દિગ્ગજ સ્પિનર આર અશ્વિનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે.
આર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી વનડે મેચ ગયા વર્ષે જાન્યુઆરીમાં રમી હતી. અક્ષર પટેલ હાલ ઈજાગ્રસ્ત છે. જેના કારણે સિલેક્ટર્સે આ મોટો નિર્ણય કર્યો છે.
113 વનડે મેચ રમવાનો અનુભવ
આર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 113 વનડે મેચ રમી છે. આ મેચોમાં આર અશ્વિને 33.49ની સરેરાશથી 151 વિકેટ લીધી છે. ત્યાં જ આ સમયે તેમણે 707 રન બનાવ્યા છે. આર અશ્વિન ટીમ ઈન્ડિયા માટે 94 ટેસ્ટ અને 65 ટી20 મેચ પણ રમી ચુક્યા છે. ટેસ્ટમાં તેમણે 489 અને ટી20માં 72 વિકેટ પોતાના નામે કરી છે.
પહેલા બે વનડે મેચ માટે ભારતની ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મો સિરાજ, પ્રસીધ કૃષ્ણ.
ત્રીજી વનડે મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર , કુલદીપ યાદવ, આર અશ્વિન , જસપ્રિત બુમરાહ , મો શમી , મો સિરાજ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT