Ind vs Aus Series: વર્લ્ડ કપ બાદ ફાઈનલ બાદ હવે ટીમ ઈન્ડિયા ફરી ઑસ્ટ્રેલિયાની ટીમનો ફીલ્ડ પર સામનો કરશે. 3 દિવસ બાદ ઑસ્ટ્રેલિયા ટી20 સીરીઝ શરૂ થવા જઈ રહી છે.
3 દિવસ બાદ ટી20 સીરીઝની થશે શરૂઆત
ટીમ ઈન્ડિયા અને ઑસ્ટ્રેલિયા ફરી આમને-સામને
5 દિવસની રહેશે આ ટી20 સીરીઝ
વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઑસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ 3 દિવસ બાદ આ બંને ટીમો ફરી આમને-સામને થવાની છે. 2024માં ટી20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેંટની તૈયારી ઑસ્ટ્રેલિયાની સામે થનારી ટી20 સીરીઝથી કરશે. આ સીરીઝ 23 નવેમ્બરથી ભારતમાં જ રમાશે.
ભારત-ઑસ્ટ્રેલિયા ટી20 સીરીઝ શિડ્યૂલ
ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝની શરૂઆત 23 નવેમ્બરનાં વિશાખાપટ્ટનમમાં થશે. બીજી મેચ ત્રિવેન્દ્રમમાં 26 નવેમ્બરનાં થશે. ત્રીજી મેચ 28 નવેમ્બરનાં ગુવાહટીમાં થશે જ્યારે ચોછી મેચ 1 ડિસેમ્બરનાં રોજ નાગપુરમાં. સીરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરનાં હૈદ્રાબાદમાં રમવામાં આવશે.
યુવા ટીમ સાથે ઊતરશે ભારત
વર્લ્ડ કપ 2023માં રમતાં ખેલાડીઓને આ સીરીઝમાં રેસ્ટ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાનાં સ્વાસ્થ્યમાં સુધાર થઈ ગયો હશે તો શક્ય છે કે તેઓ આ સીરીઝથી વાપસી કરે. નવા કેપ્ટન સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઊતરી શકે છે. એશિયન ગેમ્સ 2023માં જોડાયેલ ખેલાડીઓને આ સીરીઝમાં ચાન્સ આપવામાં આવી શકે છે. જો કે ઑસ્ટ્રેલિયાએ તો ટીમનાં ખેલાડીઓ અંગે પહેલાથી જ એલાન કરી દીધું છે.