બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS 3rd ODI: Kohli-Rohit create history after 3rd ODI defeat, create these 5 records

ક્રિકેટ / IND vs AUS 3rd ODI: ત્રીજી વન-ડેમાં પરાજય બાદ કોહલી-રોહિતે રચ્યો ઇતિહાસ, સર્જ્યા આ 5 રેકોર્ડ્સ

Megha

Last Updated: 09:03 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા રાજકોટ વનડેમાં 66 રનથી હારી, જો કે પ્રથમ બે મેચ જીતીને ભારતીય ટીમે સીરિઝ 2-1થી કબજે કરી લીધી હતી. ત્રીજી વનડેમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને આ રેકોર્ડ બનાવ્યો.

  • ટીમ ઈન્ડિયા રાજકોટ વનડેમાં 66 રનથી હારી 
  • 'હિટમેન'એ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
  • સૌથી ઝડપી 550 છગ્ગા મારનાર ખેલાડી બન્યો રોહિત 

ટીમ ઈન્ડિયાને રાજકોટ વનડેમાં 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં 352 રન બનાવ્યા હતા જ્યારે ટીમ ઈન્ડિયા 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા (81) અને વિરાટ કોહલી (56)ની અડધી સદી છતાં ભારત ઓસ્ટ્રેલિયાના 353 રનના લક્ષ્યાંકને હાંસલ કરી શક્યું ન હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઘણા પ્રયોગો કર્યા હતા, જે તેમના માટે ખોટા સાબિત થયા હતા. 

'હિટમેન'એ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
જોકે, પ્રથમ બે મેચ જીતીને ભારતીય ટીમે સીરિઝ 2-1થી કબજે કરી લીધી છે. 'હિટમેન'ના નામથી પ્રખ્યાત રોહિત શર્મા બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં અલગ મૂડમાં જોવા મળ્યો હતો. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી, તેણે માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.જોકે, રોહિત સદી ચૂકી ગયો હતો. રોહિતે 57 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ સાથે રોહિત શર્માએ એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. 

સૌથી ઝડપી 550 છગ્ગા મારનાર ખેલાડી બન્યો રોહિત 
રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 550 છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે 471 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો જ્યારે ગિલે 544 ઇનિંગ્સમાં આટલી સિક્સ ફટકારી હતી. જોકે હાલમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સિક્સરનો રેકોર્ડ ગેલ (553)ના નામે છે પણ હવે રોહિતને આ રેકોર્ડ તોડવા માટે માત્ર ત્રણ સિક્સરની જરૂર છે.

ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 553 છગ્ગા
રોહિત શર્મા (ભારત) - 551 છગ્ગા

ભારત-ઓસ્ટ્રેલિયા રાજકોટ ODI મેચમાં કુલ 5 મોટા રેકોર્ડ બનાવ્યા છે

કોહલીએ પોન્ટિંગનો આ રેકોર્ડ તોડ્યો
રોહિત સિવાય વિરાટ કોહલીએ પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રીતે. કોહલીએ આ મેચમાં 56 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. આ રીતે તે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50 કે તેથી વધુ સ્કોર કરનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. 

ODIમાં 50 કે તેથી વધુ રન બનાવનાર ખેલાડીઓ
145 - સચિન તેંડુલકર
118 - કુમારા સંગાકારા
113 - વિરાટ કોહલી
112 - રિકી પોન્ટિંગ
103 - જેક કાલિસ

ODIમાં અત્યાર સુધીનો બુમરાહનો સૌથી મોંઘો સ્પેલ
2/81 vs ઇંગ્લેન્ડ, કટક, 2017 (9 ઓવર)
3/81 vsઓસ્ટ્રેલિયા, રાજકોટ, 2023
2/79 vs ઇંગ્લેન્ડ, પુણે, 2017
1/79 vs ઓસ્ટ્રેલિયા, સિડની, 2020

ભારત સામે ઓસ્ટ્રેલિયન સ્પિનરોનું શ્રેષ્ઠ પ્રદર્શન
4/33 - ટોમ હોગન, તિરુવનંતપુરમ, 1984
4/40 - ગ્લેન મેક્સવેલ, રાજકોટ, 2023
4/42 - માઈકલ ક્લાર્ક, મુંબઈ વાનખેડે, 2003
4/45 - એડમ ઝમ્પા, ચેન્નાઈ, 2023
4/49 - બ્રાડ હોગ, નાગપુર, 2007

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ODI રનનો રેકોર્ડ
સચિન તેંડુલકર - 3077 રન
રોહિત શર્મા - 2332 રન
ડેસમંડ હેન્સ - 2262 રન
વિરાટ કોહલી - 2228 રન
વિવિયન રિચર્ડ્સ - 2187 રન 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ