બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Increase in renewal charge of old vehicles

ભાવવધારો / શું તમારી પાસે પણ જૂનું વાહન છે? તો પહેલાની સરખામણીએ 8 ગણો રિન્યૂઅલ ચાર્જ ભરવો પડશે, જાણો નવા ભાવનું લિસ્ટ

Ronak

Last Updated: 12:57 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા એક નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યું છે. જેમા જો તમારી પાસે જૂનું વાહન હશે તો તમારે હવે પહેલાની સરખામણીએ 8 ગણો વદારે રિન્યૂઅલ ચાર્જ ભરવો પડશે.

  • જૂના વાહનોના રિન્યૂઅલ ચાર્જમાં થયો વધારો 
  • પહેલાની સરખામણીએ 8 ગણો ચાર્જ લેવામાં આવશે 
  • કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યુ 

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન ખાસ કરીને જે લોકો પાસે જૂના વાહનો છે. તે લોકોને અસર થઈ શકે છે. કારણકે હવે જો તમારી પાસે 15 વર્ષ કરતા પણ જૂનુ વાહન હશે તો તેના રિન્યૂઅલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. 

ટૂ વ્હીલરનો ચાર્જ 300ની જગ્યાએ 1 હજાર 

આપને જણાવી દઈએ કે પહેલાની સરખામણીએ જૂના વાહનના રિન્યૂઅલ ચાર્જમાં 8 ગણો વધારો કરવામાં આવ્યો છે. જેમા પહેલા ટૂં વ્હીલરનો રિન્યૂઅલ ચાર્જ 300 રૂપિયા જેટલો હતો. જેની સરખામણીએ હવે તેનો જૂના ટૂ વ્હીલરનો રિન્યૂઅલ ચાર્જ 1 હજાર કરવામાં આવ્યો છે.

જૂની કારનો ચાર્જ 600ના બદલે 5 હજાર 

સૌથી વદારે રિન્યૂઅલ ચાર્જ જૂની કારમાં કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે કારનો રિન્યૂઅલ ચાર્જ પહેલા 600 રૂપિયા હતો જેની જગ્યાએ હવે તેનો રિન્યૂઅલ ચાર્જ 5 હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે. જેથી જો આપની પાસે જૂની કાર હશે. તો હવે તમારે પહેલાની સરખામણીએ 8 ગણો વધારે રિન્યૂઅલ ચાર્જ ભરવો પડશે. 

બસ અને ટ્રકનો ચાર્જ 1500ના બદલે 12,500 

ઉલ્લેખનીય છે કે બસ અને ટ્રકના રિન્યૂઅલ ચાર્જની જો વાત કરવામાં આવે તો પહેલા તેનો રિન્યૂઅલ ચાર્જ 1500 રૂપિયા હતો. જે વધારીને હવે તેનો રિન્યૂઅલ ચાર્જ 12,500 કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ચાર્જનું લીસ્ટ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ