બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Increase in corona cases in Kerala

કોરોના સંકટ / દેશમાં ફરીથી કોરોના કેસ વધતા સ્વાસ્થ્ય મંત્રાલય ઍક્શનમાં, આપી આ ચેતવણી

Ronak

Last Updated: 08:19 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા સ્વાસ્થ્ય સચિવે ચિંતા વ્યક્ત કરી. સાથેજ તેમણે લોકોને કહ્યું કે હાલ તહેવારોની સીઝન આવે છે જેથી સાવધાની રાખવાની વધારે જરૂર છે

  • કેરળમાં કોરોનાના કેસમાં વધારો 
  • સ્વાસ્થ્યમંત્રીએ આપી ચેતવણી 
  • તહેવારોને લઈને આપી ચેતવણી 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમા કુલ 46 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જોકે તે 46 હજાર કેસના કુલ 58 ટકા કેસ તો માત્ર કેરળમાં નોંધાયા છે. અહીયા સંક્રમણ હવે હદની બહાર જતુ રહ્યું હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. જેના કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. 

તહેવારોમાં સાવધાની રાખવાની જરૂર 

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કોરોનાની બીજી લહેર શાંત ભલે પડી હોય પરંતું પૂરી નથી થઈ. તેમા પણ હવે તહેવારોની સીઝન આવી રહી છે. જેથી વધારે સાવધાની રાખવી પડશે. સાથેજ તેમણે કહ્યું કે કેરળમા સંક્રમણ હાલ ઝડપ પકડી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી પણ રહ્યા છે. 

કેરળમાં 1 લાખ કરતા વધું એક્ટિવ કેસ 

સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનામાં સાવધાની રાખવાની વધારે જરૂર છે કારણકે આ મહિનાઓમાં તહેવાર આવી રહ્યા છે અને કોરોનાની બીજી લહેર હજુ શાંત નથી પડી. કેરળમાં હાલ એક લાખ કરતા પણ વધારે એક્ટિવ કેસ છે જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અમે આંધ્ર પ્રદેશમાં 10 હજારથી લઈને 1 લાખ જેટલા એક્ટિવ કેસ છે.

અફધાનિસ્તાનથી આવેલા લોકો પોઝિટીવ  

જોકે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન પર પૂરો ભાર આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 80 કરતા પણ વધું લોકોને વેક્સિન આપવામાં આવી છે. બીજી તરફ અફઘાનિસ્તાનથી જે લોકોને પરત લાવવામાં આવ્યા તેમા પણ અમુક લોકો પોઝિટીવ આવ્યા છે. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

અફઘાનિસ્તાનથી આવેલ લોકોને પોલીયોની રસી અપાઈ 

ઉલ્લેખનીય છે અફધાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં 400થી પણ વધું લોકોને ભારતમાં લાવવામાં આવ્યા છે. એરપોર્ટ પર તેમના માટે પોલિયોની રસીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણકે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હજુ પણ પોલિયોનો રોગ લોકોમાં ફેલાયેલો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ