બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / In Vadodara, where no one lives, the system has ruined the roads, the fences have been destroyed by the farmers

કૌતુક / વડોદરામાં જ્યાં કોઈ રહેતું જ નથી ત્યાં તંત્રએ આડેધડ બનાવ્યા રસ્તા, ખેડૂતોએ કરી નાંખી વાડ

Mehul

Last Updated: 12:19 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગર પાલિકામાં વિપક્ષ નેતા અમીબહેન રાવતે સતાધારી પક્ષ અને બિલ્ડર્સની મિલી ભગત પર કહ્યું કે,અધિકારીઓએ બિલ્ડરોને ફાયદો કરાવવા આડેધડ રોડ બનાવી દેવામાં આવ્યા છે

  • વડોદરામાં કૌતુક,ખેતરમાં બની ગયા રસ્તાઓ 
  • બિલ્ડર્સ અને સતા પક્ષની મોટી સાંઠ-ગાંઠ-રાવત 
  • મહા પાલિકાના વિપક્ષ નેતા અમી રાવતનો આરોપ 


વડોદરામાં બિલ્ડર્સ અને સતાધારીઓ વચ્ચે ચાલી આવતી અજબની સાંઠ-ગાંઠનું વધુ એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. બિલ્ડર્સ અને ખેડૂતોને ફાયદો કરાવવા માટે વડોદરા સત્તા વિકાસ મંડળ (વુડા) એ બિન જરૂરી જગ્યાએ ડામર પાથરીને રોડ બનાવી નાખ્યા છે. જ્યાં કોઈ ઉપયોગ જ નથી ત્યાં ખેતરોમાં રોડ બનાવી દેવાતા સ્થાનિક ખેડૂતોએ ફેન્સીંગ બનાવી રસ્તાને બ્લોક કરી દીધો છે. વડોદરા મહાનગર પાલિકામાં વિપક્ષ નેતા અમીબહેન રાવતે સતાધારી પક્ષ અને બિલ્ડર્સની મિલી ભગત પર ટીપ્પણી કરતા કહ્યું કે,અધિકારીઓએ બિલ્ડરોને ફાયદો કરાવવા આડેધડ રોડ બનાવી દેવામાં આવ્યા છે. જ્યાં નાગરીકો રહેતા જ નથી તેવી જગ્યાએ રસ્તા બનાવી નાખવાનો શો મતલબ છે ? જ્યા જરૂર છે ત્યા લોકોને રોડની વ્યવસ્થા નથી આપતા,અને જ્યાં જરૂર જ નથી ત્યાં નવા નક્કોર રસ્તા બનાવી નાખ્યા છે. 

 

વડોદરા શહેરી વિકાસ સતા મંડળ દ્વારા એવી જગ્યાએ રસ્તાઓ ખેંચી નાખવામાં આવ્યા છે જ્યાં માત્ર ખેતર હતા. કોઈ રહેણાક નાં હોવા છતાં ખેતરમાં રસ્તા બનાવવાથી છેલ્લા ચાર વર્ષથી આ રસ્તાઓ બીનઉપયોગી સાબિત થયા છે. સ્થાનિક ખેડૂતોએ રોડની વચ્ચે જ તારથી  ફેન્સીગ કરી દીધી છે. આ જ વિસ્તારમાં કેટલાક રાજકીય નેતાની જમીનો પણ આવેલી છે. દોઢ વર્ષ પહેલાં ખેતરોમાં રોડ બનાવી દેવાયા છે. આ વિસ્તાર કોર્પોરેશનમાં સામેલ થાય તે પહેલા જ વુડાએ રોડ બનાવી દેતા મોટી સાંઠ-ગાંઠની બૂ આવી રહી છે. સત્તા મંડળે આ પહેલા એક  કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાને લાભ અપાવવા માટે પણ રસ્ત્તો બનાવી આપ્યો હતો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ