બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / In Uttarakhand, many people were crushed when the wall collapsed, six laborers died

BIG NEWS / ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના : દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દબાયા, છ શ્રમિકોના નિધન

Priyakant

Last Updated: 11:30 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Roorkee News : ઈંટના ભઠ્ઠાની દિવાલ નીચે છ લોકો દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા

  • ઉત્તરાખંડના રૂડકીમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી
  • ગામમાં ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળમાં દટાયા 
  • છ લોકો દટાઈ જતા મોત, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા 

Roorkee News : ઉત્તરાખંડના રૂડકીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં રૂરકીના મંગલોરના લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અત્યાર સુધી આ અકસ્માતમાં 6 મજૂરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો દિવાલ ધરાશાયી થતાં દટાઈ ગયા હતા. કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

ઉત્તરાખંડના લહાબોલી ગામ પાસે મજરા માર્ગ પર સ્થિત ઈંટના ભઠ્ઠાની દિવાલ નીચે છ લોકો દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ આ અકસ્માત થયો ત્યારે કામદારો ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં ઈંટો ભરી રહ્યા હતા. 

મહત્વનું છે કે, હાલમાં જેસીબી વડે કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેડિકલ વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ