બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the Nachiketa Vidyalaya dispute of Kheroj in Sabarkantha, the parents filed a complaint

હચમચાવતી ઘટના / સાબરકાંઠાના ખેરોજમાં 13 બાળકોને ડામ અપાતાં ચકચાર, તંત્રને રજૂઆત છતાં કોઇ જ કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ

Malay

Last Updated: 10:42 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha News: સાબરકાંઠાના ખેરોજની નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા બાળકોને ડામ અપાતા ખળભળાટ, વાલીઓએ ખેરોજ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને કરી ફરિયાદ

  • નચિકેતા વિદ્યાલય સંસ્થામાં બાળકોને ડામ અપાયા
  • 13 બાળકો મસ્તી કરતા હોવાથી અપાયા ડામ
  • પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. સાબરકાંઠા જિલ્લાની એક સ્કૂલમાં 13 વિદ્યાર્થીઓને મસ્તી કરવા બદલ ડામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે વાલીઓએ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ગંભીર ઘટનાની તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.  

વિદ્યાર્થીઓને ડામ અપાતા ખળભળાટ
પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખરોજની નચિકેતા વિદ્યાલય વિવાદમાં સપડાઈ છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. 

13 વિદ્યાર્થીઓને અપાયા ડામ
નચિકેતા વિદ્યાલયમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલને આ મામલે ફરિયાદ કરી હતી. 

વાલીઓએ લેખિતમાં કરી રજૂઆત
જે બાદ વાલીઓ સીધા ખરોજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આ મામલે લેખિતમાં ફરિયાદ નોંધાવી જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત વાલીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. વાલીઓ દ્વારા બાળકોને ડામ આપ્યાની તંત્રમાં લેખિતમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ