બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / In the case of Vadodara boat accident Harani police registered a complaint against 5 and detained the main accused

વડોદરા બોટ દુર્ઘટના / મોતના સોદાગરો: હરણી પોલીસે 5 સામે ફરિયાદ નોંધી મુખ્ય આરોપીની કરી અટકાયત, IPCની 3 કલમો લગાવાઈ

Kishor

Last Updated: 09:53 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા બોટ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા છે. વધુમાં 5 આરોપીઓ સામે ગુન્હો નોધાયો છે.

  • વડોદરામાં હરણી તળાવમાં 14ના મોત મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ નોંધાયો ગુનો
  • મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત

વડોદરામાં હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. આ કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું છે. હાલ વડોદરાનું આખુ તંત્ર બનાવ સ્થળે છે. વધુમાં બનાવની કરુણતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

મંદિરમાં લગ્ન, સિરિયલમાં અસર થશે કહીને વાત છુપાવી, પણ દાગીના લઈ ગયો:  ગુજરાતનાં આ એક્ટર સામે ગંભીર આરોપ | Complaint against actor Sohan Master in  Vadodara's Harani Police ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા પ્રશાસનને કડક કાર્યવાહીના આપ્યા આદેશ
આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે આઇપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઇ છે. બીજી બાજુ ફરિયાદના આધારે મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. વધુમાં આ મામલે કશુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો : કોણ હતા બોટ ટ્રેજેડીના અભાગિયા? બોટ માલિક મોટું માથું, સનરાઈઝ સ્કૂલ પણ મોટા ઉદ્યોગપતિની

14 લોકોના મોત થયા છે
વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. જેમાં અત્યાર સુધીની માહિતી મુજબ 14 લોકોના મોત થયા છે. 14 લોકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા.  31 લોકોમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 શાળા સ્ટાફના લોકો હતા.

મૃતકોમાં કોણ કોણ સામેલ 
સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા 
નેન્સી માછી
હેત્વી શાહ 
રોશની સૂરવે 

મૃતક લેડી ટીચર 
છાયા પટેલ
ફાલ્ગુની સુરતી

અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા
એક લેડી ટીચરનો દાવો છે કે બોટમાં 30 જેટલા લોકો સવાર હતા પરંતુ 82 બાળકો હરણી તળાવ પર પિકનીક માટે ગયા હતા. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ