બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In smart city Ahmedabad, the shopkeepers were hit hard by the road of land and corruption

તંત્રની બેદરકારી / સ્માર્ટ સિટી અમદાવાદમાં ફરી ભૂવારાજ, ભ્રષ્ટાચારના રોડથી દુકાનદારોને ભારે હાલાંકી

Priyakant

Last Updated: 10:13 AM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વગર ચોમાસે પણ ભ્રષ્ટાચારના રોડથી ભૂવો પડ્યો, અનેક દુકાનદારોને ભારે હાલાંકી

  • સ્માર્ટ સિટી અમદાવાદમાં ફરી ભૂવારાજ
  • અમદાવાદમાં વગર વરસાદે પડ્યો ભૂવો
  • ભ્રષ્ટાચાર, તંત્રની બેદરકારી ખુલીને આવી સામે

સ્માર્ટ સિટી અમદાવાદ ચોમાસા દરમ્યાન તો ભુવનગરી બની જાય છે. પરંતુ હાલ વગર ચોમાસે પણ ભ્રષ્ટાચારના રોડથી ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે વગર વરસાદે ભૂવો પડ્યો છે.  ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થતાં ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારી ખુલીને સામે આવી છે. 

અમદાવાદમાં વગર વરસાદે ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે,  અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થતાં ભૂવો પડ્યો હતો. જેને કારણે હવે સ્થાનિક દુકાનદારોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.  ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીને કારણે અવારનવાર આવા ભૂવા પડતાં હોય છે. 

સંભવિત રીતે દર વર્ષે AMC ભૂવા પાછળ અંદાજિત 5થી 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તો છેલ્લા 8 વર્ષમાં AMCએ 500થી વધુ ભૂવાનું રિપેરિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જેની પાછળ 20 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે આ બધામાં સૌથી વધુ ભૂવા પડે છે તો તે છે પશ્ચિમ વિસ્તાર. કેટલાક તો એવા ભૂવા છે જે દર વર્ષે એક જ સ્થળે પડે છે.

ભૂવા પડવાનું કારણ શું હોઈ શકે ? 

એક તર્ક એવો પણ છે કે અમદાવાદની જમીન નદીની રેતીથી બનેલી છે. એટલે સરળતાથી ધોવાઈ જાય છે. વળી જમીનની અંદર નબળી ક્વોલિટીની પાઈપ અને તેના જોઈન્ટ લીક થવાથી રેતી ધોવાઈ જાય છે. અને એ સ્થળે ગાબડા પડે છે. ખરાબ ક્વોલિટીની પાઈપ, ખરાબ જોઈન્ટ, મેનહોલના ચણતરમાં ભંગાણ, ખોદકામથી પાઈપને થતું નુકસાન આ ગાબડાઓ માટે જવાબદાર છે. આ તમામ બેદરકારી પાછળ જવાબદાર છે AMCના અધિકારીઓ અને મળતિયાઓ. પણ હવે અમદાવાદ ફરી એકવાર સ્માર્ટસિટી ક્યારે બનશે તે જોવું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ