બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, the son kept the mother together and kidnapped the young man

અપહરણ / ચાર શખ્સોએ બદલાની આગમાં માતાના જૂના પ્રેમી સાથે કર્યું અજુકતું, રંગીલા શહેર રાજકોટની કલંકીત ઘટના

Dinesh

Last Updated: 10:47 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પુત્રએ માતાને સાથે રાખી યુવાનનું અપહરણ કર્યું; માતાની સાથે અનૈતિક સંબંધ રાખનારા યુવાનનું અપહરણ કર્યું, પોલીસે માતા-પુત્ર સહિત ચાર આરીપીઓની કરી ધરપકડ

  • રાજકોટમાં પુત્રએ માતાને સાથે રાખી યુવાનનું અપહરણ કર્યું
  • માતાની સાથે અનૈતિક સંબંધ રાખનારા યુવાનનું અપહરણ કર્યું
  • પોલીસે માતા-પુત્ર સહિત ચાર આરીપીઓની કરી ધરપકડ


રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પુત્રએ પોતાની માતા સાથે મળીને માતાની સાથે અનૈતિક સંબંધ રાખનારા યુવાનનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે અપહરણ કરેલા યુવાનને છોડાવી પુત્ર અને તેની માતા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 

પુત્રએ માતાને સાથે રાખી યુવાનનું અપહરણ કર્યું
16મી ડિસેમ્બરના રોજ બિલેશ્વર રેલવે સ્ટેશનના ખુલ્લા પટમાં ઇકો કારમાં આવેલા શખ્સો દ્વારા પરપ્રાંતીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ થતા રેલવે પોલીસ સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, ભોગ બનનારનું અપહરણ કરીને તેને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદથી ભોગ બનનાર યુવાનને અપહરણકારોના ચંગુલમાંથી છોડાવ્યો હતો.  તેમજ અપહરણની ઘટનામાં સામેલ માતા પુત્ર સહિત ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી 

માતાની સાથે અનૈતિક સંબંધ રાખનારા યુવાનનું અપહરણ કર્યું
પોલીસના જણાવ્યા પ્રમાણે દોઢ વર્ષ પૂર્વે આરોપી રાજેશના પિતા વરસિંગ ભાભોર બિલેશ્વર રેલ્વે સ્ટેશન કોન્ક્રીટના પ્લાન્ટમાં ટી એમ ગાડીનું ડ્રાઇવિંગનું કામ કરતા હતા. જે સમયે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા અબ્દુલ ઉર્ફે સકુર તફિયુજ્જ શેખ તથા આરોપી રાજેશની માતા રમીલાબેન વચ્ચે અને નૈતિક સંબંધો બંધાયા હતા. જે બાબતની જાણ રાજેશને થતા, રાજેશ ભાભોર દ્વારા અબ્દુસને સબક શીખવાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત તેણે પોતાની માતા રમીલાબેન ભાભોર, ભલ્લુ બારીયા તેમજ તેરસિંગ બારીયાની સાથે મળી અપહરણનો પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત 15મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે રાજેશ ઇકો કાર ભાડે કરી હતી. ત્યારબાદ 16 મી ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. અત્યારે પોલીસે ગુનાના કામે વપરાયેલી ઇકો કાર તેમજ સાત નંગ મોબાઈલ ફોન કબજે કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ