બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, a 17-year-old student's heart sank, he fell unconscious at school. Death from heart attack

કરુણાંતિકા / રાજકોટમાં 17 વર્ષના વિદ્યાર્થીનું હૃદય બેસી ગયું, ચાલુ સ્કૂલે બેભાન થઈ ઢળી પડ્યો.! હાર્ટએટેકથી મોત

Vishal Khamar

Last Updated: 06:27 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આવેલ શાળામાં અભ્યાસ કરતા યુવકને અચાનક પરીક્ષા વખતે ચક્કર આવતા બેભાન થઈ ઢળી પડ્યો હતો. ત્યારે આ ઘટનાં બનતા સાથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્કૂલનાં શિક્ષકો દ્વારા તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો.

  • રાજકોટની સ્કૂલનાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
  • ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત
  • ચાલુ ક્લાસે વિદ્યાર્થી ઢળી પડ્યો હતો

 રાજકોટમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધો. 12 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડતા શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થી મુદીત અક્ષયભાઈ નળિયાપરા (ઉવ.17) ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે મુદીતને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે હાલ તો વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકનાં કારણે થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે દિકરાનાં મોતનાં સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

મુદિત ઢળી પડતા ક્લાસનાં શિક્ષક દ્વારા મુદિતને CPR ની બેઝિક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી
મુદિત ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે આજે સ્કૂલમાં એકમ કસોટી હતી. મુદિતને એક બે દિવસથી માત્ર શરદી ખાંસીની તકલીફ હતી. પાંચ પિરિયડ પૂર્ણ થયા બાદ રિસેસમાં તે પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો હતો તે સમય દરમ્યાન અચાનક જ તે ઢળી પડ્યો હતો. જે બાદ સ્કૂલનાં ક્લાસ ટીચર દ્વારા મુદિતને CPR જેવી બેઝિક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. ત્યારે 108 આવતા તુરંત જ મુદિતને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

મને ક્યાં ખબર હતી કે હું જ્યાં ફરજ બજાવું ત્યાં દીકરાનો મૃતદેહ આવશેઃ મુદિતનાં પિતા
સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડમાં ફરજ બજાવતા મુદિતનાં પિતા અક્ષયભાઈએ જણાવ્યું હતું કે ક્યાં ખબર હતી કે તે જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ એમનાં દીકરાનો મૃતદેહ આવશે. તેમજ મુદિતનાં પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મુદિતને કોઈ તકલીફ ન હતી. તેને માત્ર શરદીની એલર્જી હતી. પણ ભગવાનની આગળ આપણું શું ચાલે?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ