બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Navsari P.M. MoU with Central Govt for Mitra Park

નવી ક્રાંતિના મંડાણ / નવસારીમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU, 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ રોજગારીનું સર્જન થશે

Dinesh

Last Updated: 09:24 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પી.એમ. મિત્ર પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનશે

  • નવસારીમાં પી.એમ. મિત્ર પાર્ક માટે કેન્દ્ર સરકાર સાથે એમ.ઓ.યુ.
  • રાજ્યના ટેક્ષ્ટાઈલ સેક્ટરના વિકાસની નવી દિશા ખૂલશે: મુખ્યમંત્રી
  • પી.એમ. મિત્ર પાર્કથી સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે:કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના સાત રાજ્યોમાં સ્થપાશે, જેના ભાગરૂપે ગુજરાતના નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે સુરત ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત એમ.ઓ.યુ. સમારોહમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. વાંસીબોરસીમાં સાકાર થનાર આ પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉભી થશે. વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. અહીં ટ્રેનિંગ, રિસર્ચ અને ઈનોવેશનનો ત્રિવેણી સંગમ સર્જાશે. આ પાર્ક ટેક્ષ્ટાઈલ સેક્ટરની તંદુરસ્ત હરિફાઈને ઉત્તેજન આપી નિકાસને વેગ આપશે.  

 ‘આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત’
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ગ્લોબલ ટેક્ષટાઈલ હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે. દુનિયાના સૌથી જૂના ઉદ્યોગો પૈકીનો એક કાપડ ઉદ્યોગને વર્તમાન સમય અનુરૂપ અને આવનારા સમય સાથે તાલમેલ સાધવા આધુનિકીકરણનો માર્ગ અખત્યાર કર્યો છે. ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વિકાસ પથ પર આગળ વધી હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટે સજ્જ બન્યા છે જેનો આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. વિકાસની તેજ ગતિથી પીએમ મિત્ર પાર્ક ‘આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત’નું નવું સીમાચિહ્ન સર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રી ગુજરાતની કાપડ ઉદ્યોગની સિદ્ધિ વર્ણવી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત કાપડ ઉત્પાદન અને વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્ર  રહ્યું છે, અને દુનિયાભરમાં ‘પૂર્વનું માન્ચેસ્ટર’, ‘ટેક્ષટાઈલ સ્ટેટ ઑફ ઈન્ડિયા’ અને ‘ભારતનું ડેનિમ કેપિટલ’ તરીકેની આગવી નામના ધરાવે છે. ગુજરાતની કાપડ ઉદ્યોગની સિદ્ધિઓ વર્ણવતા તેમણે જણાવ્યું કે ગુજરાત દેશની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની કુલ નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે. દેશભરના ડેનિમ કાપડનું 60થી70 ટકા ઉત્પાદન એકલું ગુજરાત કરે છે, જે સમગ્ર દેશમાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉપરાંત, કપાસનું 37 ટકા ઉત્પાદન ગુજરાત કરે છે, દેશમાંથી થતી નિકાસમાં 60 ટકા ફાળો આપે છે. દેશના કુલ મેન મેડ કોટન ફાઈબર ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો પ ટકા છે, જ્યારે સિન્થેટીક ફાઈબરના ઉત્પાદનના કિસ્સામાં સૌથી મોટો ફાળા આપતા રાજ્ય તરીકે વુવન ફાઈબર ઉત્પાદનમાં 30 ટકા ફાળા સાથે અગ્રસ્થાને છે. 

'ગુજરાતની વિકાસગાથાને વધુ ઉજ્જવળ બનાવશે'
જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઈસ પાર્ક, ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપેજ રિસાયકલિંગ પાર્ક, મોરબીમાં સિરામીક પાર્ક અને બનાસકાંઠામાં એગ્રો ફૂડ પાર્ક સહિત અનેક નવા ઔદ્યોગિક પાર્ક આગામી સમયમાં ગુજરાતની વિકાસગાથાને વધુ ઉજ્જવળ બનાવશે એમ મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસલક્ષી નીતિ વર્ણવતા કહ્યું હતું. તેમણે કહ્યું કે, પી.એમ. મિત્ર પાર્ક 'મેક ઈન ઈન્ડિયા' અને 'મેક ફોર ધ વર્લ્ડ'નું વિઝન સાકાર કરશે. ટેક્ષ્ટાઈલ પાર્ક માટે નવસારી જિલ્લાનું વાંસીબોરસી સર્વાધિક અનૂકુળ હોવાથી પસંદ કર્યું છે, અહીં 1141 એકરમાં સાકાર થનાર પાર્ક દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિકાસની નવી રાહ કંડારશે એમ જણાવી મુખ્યમંત્રીએ પીએમ મિત્ર પાર્કની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરવા બદલ વડાપ્રધાન અને કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

પિયુષ ગોયલે શું કહ્યું ?
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, PM મિત્ર પાર્ક એક આગવું ઔદ્યોગિક મોડેલ બનશે, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો કાપડ ઉદ્યોગમાં રોકાણ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા, ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવા માટે સાથે મળીને કામ કરશે. ઉદ્યોગ પ્રોત્સાહન નીતિ હેઠળ આપવામાં આવતા તમામ લાભો પાર્કમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રીએ ગુજરાતના ચોમેર વિકાસની સરાહના કરતા કહ્યું કે, ગુજરાત લોજીસ્ટીક, નેશનલ સ્ટાર્ટ અપ ઈન્ડેક્સ, ગુંડ ગવર્નન્સ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, નિકાસ જેવા ક્ષેત્રોમાં અવ્વલ છે અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે.   
    
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ