બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Naswadi of Chotaudepur, even after 12 years, no rooms were built in the school

બેદરકારી / છોટાઉદેપુરના કડુલી મહુડી ગામના છાત્રો ઓરડાથી વંચિત: સ્કૂલ શરૂ થયે 12-12 વર્ષ, છતાંય વિદ્યાર્થીઓ મકાનમાં અભ્યાસ કરવા મજબૂર

Dinesh

Last Updated: 05:05 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નસવાડીના કડુલી મહુડી ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલુ થયાને 12 વર્ષ જેટલો સમય થઈ ગયો પરંતુ સરકાર દ્વારા શાળાનું બિલ્ડિંગ જ બનાવ્યું નથી.

  • 12 વર્ષ બાદ પણ સ્કૂલમાં ન બન્યા ઓરડા
  • ખાનગી મકાનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ
  • સ્કૂલમાં ક્યારે બનાવવામાં આવશે ઓરડા?


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલુ થયાના 12 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પણ સરકાર દ્વારા શાળાનું બિલ્ડિંગ જ બનાવ્યું નથી. હાલ તો વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં વાર્ષિક પરીક્ષા આપી રહ્યા છે. 12 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું નથી. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના  શિક્ષણના મોટા મોટા દાવા કરે છે પણ સરકારના દાવા પોકળ સાબિત થયા છે. વર્ષ દરમિયાન આ વિદ્યાર્થીઓ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં અભ્યાસ કરતા હતા, પરંતુ આ પ્રાથમિક શાળામાં પણ પરીક્ષા હોવાથી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બિલ્ડીંગ વગરના થઈ ગયા છે. 

બિલ્ડિંગ વિનાની શાળા
નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થયાના 12 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સરકાર અને વહીવટી તંત્રને આદિવાસી બાળકો માટે બિલ્ડીંગ બનાવાવમાં રસ ન હોય એમ આજ દિન સુધી માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવી નથી. જેના કારણે ગામમાં જ આવેલા પ્રાથમિક શાળામાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બે પાળીમાં આભાસ કરે છે. ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ સવારે 7થી 10:30 સુધી અને 11 વાગ્યા પછી પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરતા હોય છે અને પ્રાથમિક શાળામાં સવારની પાળી હોય ત્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બપોરની પાળીમાં અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે હાલ સ્થિતિ એવી થઈ છે કે, પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ચાલે છે, જેના કારણે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. 

ખાનગી મકાનમાં અભ્યાસ
એક તરફ સરકાર દાવા કરે છે કે, આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી આદિવાસી બાળકો માટે અદ્યતન સુવિધા ધરાવતી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. પરંતુ સરકારના આ દાવા પોકળ સાબિત થાય છે. 50 વધારે વિદ્યાર્થીઓ છે. એક તરફ સરકાર જ્ઞાન શક્તિ, સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ, જ્ઞાન સેતુ જેવી શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવી નવી શાળાઓ બનાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં 12 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, આજદિન સુધી શાળાનું મકાન બન્યું નથી. જેનાં કારણે આદિવાસી વિસ્તારમાં બાળકો આજે પણ ભાડાના મકાનમાં અભ્યાસ કરવા અને પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ થાય છે સરકારને કેમ નથી આદિવાસી વિસ્તારમાં શાળાના બિલ્ડિંગ બાંધવામાં રસ. કેવી રીતે ભણશે આદિવાસી બાળકો. 12 વર્ષથી શાળા કાર્યરત તો બિલ્ડિંગ ક્યારે બનશે

સળગતા સવાલ
સ્કૂલ શરૂ થયાના 12 વર્ષ બાદ પણ ઓરડા કેમ ન બન્યા?
શું સ્કૂલને મંજૂરી અપાયા બાદ સરકાર ઓરડા બનાવવાનું ભૂલી ગઈ?
શું આવી રીતે ભણશે ગુજરાત?
જનપ્રતિનિધિઓને આ સ્કૂલ દેખાતી કેમ નથી?
શું સ્કૂલમાં ઓરડા શરૂ કરાવવામાં જનપ્રતિનિઓને રસ જ નથી?
બાળકો ક્યાં સુધી ખાનગી મકાનમાં અભ્યાસ કરશે?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ