બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / In India one out of four is suffering from high blood pressure, bad lifestyle and less awareness is responsible
Last Updated: 05:48 PM, 9 January 2024
ADVERTISEMENT
દેશમાં અનેક એવા લોકો છે જેઓ હાઈ બ્લડ પ્રેશરની તકલીફનો સામનો કરી રહ્યાં છે. ઘણાં એવા પણ લોકો છે કે જેમને હાઈ બ્લડ પ્રેશર છે પણ તેઓ ખુદ અજાણ છે. આમ જ્યારે શરીરમાં હાઈ બ્લડ પ્રેશરનો કોઈ ઈલાજ ન કરવામાં આવે તો તે બ્લાસ્ટ માફક વિફરે છે અને મોટી બીમારીઓનો ખતરો વધારી દે છે. રિસર્ચ અનુસાર ભારતમાં જેટલા લોકોને હાઈ બીપી છે તેમાંથી 90% લોકોને કાં તો તેમને ખબર નથી અને કાં તો તેઓ ઈલાજ નથી કરતાં. પરિણામે કિંમત હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ સામે આવે છે.
30-40ની ઉંમરનાં લોકો સૌથી વધારે
WHOનાં આંકડાઓ અનુસાર વિશ્વમાં 1.28 અરબ લોકોને હાઈ બ્લડ પ્રેશર છે. તેમાંથી 30-40 વર્ષની ઉંમરનાં લોકોની સંખ્યા પણ સારી એવી છે. આંકડાઓ અનુસાર 46% લોકોને ખબર જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરનાં દર્દી છે. ચિંતા ત્યારે વધે છે જ્યારે સમયસર આ હાઈ બ્લડ પ્રેશરનો ઈલાજ નથી કરવામાં આવતો.
ADVERTISEMENT
દર 4માંથી 1 વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર
જામા નેટવર્કની એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર 4માંથી 1 વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ લોકોમાંથી 90% વયસ્કોને ખબર જ નથી કે તેમને હાઈપર ટેંશન છે અને જો તેમને ખબર છે તો તેઓ તેની તપાસ નથી કરાવતાં. આ કારણે ભારતમાં એક પ્રકારે લોકો પોતાની અંદર ટાઈમ બોમ્બ લઈને ચાલી રહ્યાં છે. આવી સ્થિતિમાં ક્યારેક પણ હાર્ટ અટેક અથવા સ્ટ્રોક આવી શકે છે.
વધુ વાંચો: હાર્ટઅટેકથી બચવું હોય તો શિયાળામાં ખાઈ લો આ શાકભાજી, બેડ કોલેસ્ટ્રોલ થઈ જશે સાફ
બદલતી લાઈફ સ્ટાઈલ કારણભૂત
ડોક્ટર્સ જણાવે છે કે ભારતમાં લોકોની લાઈફ સ્ટાઈલ તેજીથી બદલી રહી છે. લોકોની ખાણી-પીણી અનહેલ્ધી થઈ રહી છે. નમકનું સેવન વધી ગયું છે અને લોકોમાં માનસિક તણાવની પણ સ્થિતિ જોવા મળી રહી છે.
હાઈ બ્લડપ્રેશરથી વધુ ઘાતકી હાઈ કોલેસ્ટ્રોલ
એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને યંગ એજમાં હાઈ બ્લડ પ્રેશક છે અને તેઓ ઈલાજ નથી કરાવતાં તો બાદમાં તેમને હાર્ટ ડિઝીઝ થઈ શકે છે. ઈલાજ બાદ પણ તેમના પર હાર્ટ અટેક કે કાર્ડિએક અરેસ્ટનો ખતરો તો રહેશે જ!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.