બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Ganadevi taluka of Navsari district, where 14-year-old Saghira was kidnapped on Snapchat and demanded a ransom of Rs.

નવસારી / સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ બનાવી પછી કરી લીધી કિડનેપ: ગુજરાત પોલીસે નવસારીની સગીરાને લખનૌ હાઇવેથી છોડાવી

Dinesh

Last Updated: 04:57 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari crime news: 14 વર્ષીય સગીરાને સ્નેપ ચેટ પર ફોસલાવીને અપહરણ કર્યા બાદ એક કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીઓને સુરત રેન્જ અને નવસારી જિલ્લા પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે

  • નવસારીમાં સગીરાનું અપહરણ મામલો
  • અપહરણ કરનાર 4 આરોપી ઝડપાયા
  • પોલીસે આગળની તપાસ હાથધરી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જ્યાં 14 વર્ષીય સગીરાને સ્નેપ ચેટ પર ફોસલાવીને અપહરણ કર્યા બાદ એક કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીઓને સુરત રેન્જ અને નવસારી જિલ્લા પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. દસમી નવેમ્બરના રોજ ગણદેવીથી અપહરણ કરી દાહોદ રાજસ્થાન અને દિલ્હીથી યુપી લઈ જવામાં આવી હતી. જેમાં અપહરણકારોએ વોટ્સએપ કોલ કરી એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી. 

ખંડણીનો ગંભીર ગુનો 
નવસારી જિલ્લા પોલીસે ખંડણીના ગુનામાં ગંભીરતાથી લઈને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કામગીરી કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ ટીમો બનાવી નવસારી પોલીસ અને રેન્જ આઈ.જીની ટીમો મળી સમગ્ર ઘટનાક્રમમાં કામે લાગી હતી. જેમાં યુવતીની હત્યા ન થઈ જાય એના માટે પોલીસે સાવધાનીથી કામગીરી કરી હતી અને અપહરણ કરો સાથે પરિવારને સતત વાતમાં રાખીને ટેકનિકલ સર્વેલન્સના આધારે લખનઉ હાઈવે પર આવેલા ટોલબુથ પરથી અપહરણકારોના સકંજામાંથી બાળાને છોડાવી પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.

આરોપીઓ ઝડપાયા 
અપહરણ બાદ આરોપીઓ દાહોદ, રાજસ્થાન, દિલ્હી અને ત્યાંથી લખનૌ લઈ જતા હતા. જે સમગ્ર મામલે નવસારી, રાજસ્થાન, દિલ્હી અને યુપી પોલીસની મદદથી સગીરાને મુક્ત કરાવાઈ છે. આરોપીઓની ચુંગાલમાંથી દિલ્હી લખનૌ હાઇવે પરથી ચાલતી બસમાંથી સગારીના છોડાવી હતી. પોલીસે પ્રોફેશનલ ગેંગના ચારેય આરોપીઓને પકડી આગળની તપાસ આરંભી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ