બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / In Bihar, SP jailed only five policemen, took action as the timer case was not resolved

CCTV VIDEO / બિહારમાં SPએ પાંચ પોલીસકર્મીઓને જ જેલમાં પૂરી દીધા, ટાઈમસર કેસનો નિવેડો ન આવતા લીધા એક્શન

Priyakant

Last Updated: 11:32 AM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસનો સમયસર નિકાલ ન કરવાને કારણે રોષે ભરાયેલા એસપીએ 5 પોલીસકર્મીઓને હજાત પોલીસ સ્ટેશનના લોક-અપમાં પૂરી દીધા

  • બિહારના નવાદા જિલ્લામાં પોલીસ અધિક્ષકની કાર્યવાહીથી ખળભળાટ
  • કેસનો સમયસર નિકાલ ન કરવાને કારણે રોષે ભરાયા એસપી ગૌરવ મંગલા
  • 5 પોલીસકર્મીઓને હજાત પોલીસ સ્ટેશનના લોક-અપમાં પૂરી દીધા

બિહારના નવાદા જિલ્લામાં પોલીસ અધિક્ષકની કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, કેસનો સમયસર નિકાલ ન કરવાને કારણે રોષે ભરાયેલા એસપી ડૉ.ગૌરવ મંગલાએ નવાદા નગર પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને હજાત પોલીસ સ્ટેશનના લોક-અપમાં પૂરી દીધા હતા. આ તરફ હવે બિહાર પોલીસ એસોસિએશને આ ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે. પોલીસ એસોસિએશનના રાજ્ય પ્રમુખ મૃત્યુંજય કુમાર સિંહે નવાદાના એસપી ડૉ. ગૌરવ મંગલા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે.

બિહારના નવાદા જિલ્લાની આ ઘટના 8 સપ્ટેમ્બરની રાત્રે 10 વાગ્યાનો હોવાનું કહેવાય છે. પાંચેય પોલીસકર્મીઓને લગભગ બે કલાક સુધી હજાત પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જેને લઈને બિહાર પોલીસ એસોસિએશનમાં એસપી ડૉ. ગૌરવ મંગલા પ્રત્યે ભારે નારાજગી છે. 

મહત્વનું છે કે, સબ ઈન્સ્પેક્ટર શત્રુઘ્ન પાસવાન, રામપ્રેખા સિંહ, એએસઆઈ સંતોષ પાસવાન, સંજય સિંહ અને રામેશ્વર ઓરાં એવા પોલીસકર્મીઓમાં સામેલ છે જેમના નામ હજત પોલીસ સ્ટેશનને બંધ કરવાના સંબંધમાં બહાર આવી રહ્યા છે. જોકે, પાંચેય ઈન્સ્પેક્ટર કેમેરા સામે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે.

શું કહ્યું પોલીસ એસોસિએશનના પ્રમુખે ? 

આ તરફ એસોસિએશને સમગ્ર મામલે સખત વાંધો ઉઠાવ્યો છે. યુનિયનના પ્રદેશ અધ્યક્ષ મૃત્યુંજય કુમાર સિંહે નવાદાના એસપી ડૉ. ગૌરવ મંગલા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. તેમણે સરકાર અને પોલીસ હેડક્વાર્ટર પાસે માંગ કરી છે કે, આ ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવે. સમગ્ર બિહારના પોલીસ ઈતિહાસમાં આ પહેલી ઘટના હશે, જેના કારણે પોલીસની છબી ખરડાઈ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, એસપી મામલો દબાવવા માટે પીડિત પોલીસકર્મીઓ પર દબાણ કરી રહ્યા છે.

 

પોલીસકર્મીઓ લોકઅપમાં બંધ હોય તેવા CCTV ફૂટેજ વાયરલ 

પોલીસકર્મીઓ લોકઅપમાં બંધ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચાર પોલીસકર્મીઓ યુનિફોર્મમાં ઉભા છે જ્યારે એક પોલીસકર્મી સાદા યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ CCTV ફૂટેજનો વીડિયો વાયરલ થયા બાદ SP ડૉ.ગૌરવ મંગલા બિહાર પોલીસ એસોસિએશનના નિશાના પર આવી ગયા છે. પોલીસ એસોસિએશનનું કહેવું છે કે, એસપીનું આ વલણ તદ્દન સહનશીલતાની બહાર છે. તેનાથી પોલીસકર્મીઓને ખોટો સંદેશ જશે. સાથે જ અધિકારીઓ માટે જે સન્માન રહે છે તે પણ ઘટશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ