બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / In Anant Ambani pre-wedding All records of Jamnagar airport broken 160 planes landed in two days

અનંત-રાધિકા પ્રી-વેડિંગ / બે જ દિવસમાં ઉતર્યા 160 વિમાનો: અનંત અંબાણીની પ્રી-વેડિંગમાં તૂટ્યા જામનગર એરપોર્ટના તમામ રેકૉર્ડ

Megha

Last Updated: 12:13 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રી-વેડિંગને કારણે જામનગરમાં 26 ફેબ્રુઆરીથી આજ સુધીમાં 350 ડોમેસ્ટિક અને 86 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની અવરજવર થઈ છે. તો છેલ્લા બે દિવસમાં 160 ફ્લાઈટ્સ ટેક ઓફ અને લેન્ડ થઈ હતી.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની પૂરી થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસોથી આ સેરેમની લોકો વચ્ચે સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમાં રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.  

મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ માટે ભારત અને વિદેશથી આમંત્રિત મહેમાનોને જામનગર લાવવા અને ફરી મોકલવા માટે અનેક વિમાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જે સમારોહમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના વિવિધ શહેરોમાંથી અહીં આવેલા વીઆઈપી મહેમાનોને જામનગર લઈ જવા માટે શટલ સેવા તરીકે તૈનાત કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં આવનારા મહેમાનો માટે લગભગ 20 વિમાનોની વ્યવસ્થા કરી હતી.

સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના કારણે 26 ફેબ્રુઆરીથી જામનગર એરપોર્ટ પર ભારે હવાઈ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એક અહેવાલ અનુસાર 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી એરપોર્ટ પર 4,500 યાત્રીઓ આગમન અને પ્રસ્થાન કરતા જોવા મળ્યા છે.

તેવી જ રીતે 26 ફેબ્રુઆરીથી આજ સુધીમાં 350 ડોમેસ્ટિક અને 86 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની અવરજવર થઈ છે. 164 ઈન્ટરનેશનલ ફ્લાઈટ પેસેન્જર્સ આવ્યા છે,” જણાવી દઈએ કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ એરપોર્ટને 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની પરવાનગી આપી છે.

વધુ એક રિપોર્ટ અનુસાર સામાન્ય રીતે જામનગર એરપોર્ટ પર 3 શેડ્યૂલ ફ્લાઈટ્સ આવે છે અને 3 ફ્લાઇટ ઉપડે છે. જો કે, અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનને કારણે 1 માર્ચથી 3 માર્ચની વચ્ચે 160 ફ્લાઈટ્સ ટેક ઓફ અને લેન્ડ થઈ હતી, જેમાં 30 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે અબજોપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્રના ખાસ સમારોહ માટે બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, રિહાના, ઇવાંકા ટ્રમ્પ જેવા દિગ્ગજ અને ઘણા પૂર્વ વડાપ્રધાન આવ્યા હતા. બીજી તરફ, ભારતીય સેલિબ્રિટીઓમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન, એમએસ ધોની અને સાનિયા નેહવાલ અને અન્ય સ્ટાર્સ સામેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ