બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad a young man was beaten up because of his friendship with a girl

દાદાગીરી / વડોદરા બાદ અમદાવાદમાં 'દાદા' બનતા ગુંડાઓનો વીડિયો વાયરલ: યુવતીના ચહેરા પર બુરખો હટાવ્યો, મિત્ર યુવકને માર્યો માર

Malay

Last Updated: 03:21 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Viral Video News: અમદાવાદમાં યુવતી સાથે યુવકની મિત્રતાને લઈને યુવકને મરાયો ઢોર માર, કેટલાક અજાણ્યા શખ્સો યુવકને માર મારતા હોવાનો વીડિયો વાયરલ

  • યુવક-યુવતીનો વીડિયો વાયરલ 
  • યુવકને માર માર્યાનો વીડિયો વાયરલ 
  • યુવતીની મિત્રતા બદલ યુવકને માર 

Ahmedabad Viral Video News: વડોદરા બાદ અમદાવાદમાં પણ યુવતી સાથે મિત્રતા બદલ યુવકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવકને માર મારતા જોવા મળી રહ્યા છે. યુવતી સાથે યુવકની મિત્રતાને લઈને યુવકને માર મારવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાની શક્યતા સેવાઈ રહી છે. 

કેટલાક શખ્સો યુવકને મારી રહ્યા છે માર 
અમદાવાદમાં યુવક અને યુવતીની મિત્રતાને લઈને કેટલાક શખ્સો યુવકને માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક શખ્સો યુવકને માર મારી રહ્યા છે. લોકો યુવકને તેનું નામ પૂછીને માર મારી રહ્યા છે. વીડિયોમાં યુવતી બુરખામાં જોવા મળી રહી છે. વીડિયોમાં લોકો યુવતીના પિતાને બોલાવવાની વાત પણ કરી રહ્યા છે. 

વીડિયોના આધારે પોલીસે હાથ ધરી તપાસ 
વીડિયો વાયરલ થયા બાદ તે પોલીસ સુધી પહોંચ્યો છે. હાલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરુ કરી છે. વાયરલ વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, VTV ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આપને જણાવી દઈએ કે, આવો જ બનાવ વડોદરાથી સામે આવ્યો હતો. જેમાં શહેરના અકોટા વિસ્તારમાં એક આઈસક્રીમની દુકાનમાં બે માસ અગાઉ યુવક-યુવતી બેઠા હતા. આ સમયે કેટલાક યુવકો તેમની પાસે આવ્યા હતા અને ડાયરેક્ટ યુવકનો કોલર પકડી લીધો હતો. ત્યારબાદ આ તમામે યુવકને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેઓએ બનાવ્યો હતો. જે બાદ તેઓએ યુવક-યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને વીડિયો વાયરલ કરી દીધો હતો. 

ગોત્રી પોલીસે હાથ ધરી હતી તપાસ 
વીડિયો મામલે ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો વાયરલ કરવા મામલે ગોત્રી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ફતેપુરા વિસ્તારના મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ, પાણીગેટ વિસ્તારના બુરાનવાલા નજુમિયા સૈયદ અને રાજમહેલ રોડ વિસ્તારના સાહિલ સહાબુદ્દીન શેખ નામના ત્રણ યુવકોને ઝડપી લીધા છે. હાલ ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ
- મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ - ફતેપુરા
- બુરાનવાલા નજુમિયા સૈયદ - પાણીગેટ
- સાહિલ સહાબુદ્દીન શેખ - રાજમહેલ રોડ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ