બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In addition to Anand, it became difficult for the girl to develop friendships on social media

ચેતવતો બનાવ / ઉમરેઠ: સોશિયલ મીડિયા પર આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ બની દુષ્કર્મનું કારણ, સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું, 2 ઝબ્બે

Dinesh

Last Updated: 08:02 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના આરોપી મોહંમદ ફરહાન સાજીદ વહોરાએ સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને યુવતી સાથે મિત્રતા બનાવી હતી, સેલ્ફી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

  • સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી
  • બે યુવકોએ યુવતી પર દુષ્કર્મ આચર્યું 
  • પોલીસે બન્ને હેવાનોની ધરપકડ કરી


ઉમરેઠની એક સગીરા આણંદ ખાતે અભ્યાસ કરતી હતી અને તે નિયમિત અપડાઉન કરતી હતી. સગીરાને આણંદના મોહંમદ ફરહાન સાજીદ વહોરાએ સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને મિત્રતા બનાવી હતી. ત્યાર બાદ એકાંતનો ફાયદો ઉઠાવી મિત્રતાના નામે હેવાન મોહંમદ વહોરાએ તેની સાથે કેટલીક સેલ્ફી મોબાઈલમાં ક્લિક કરી અને બાદમાં સેલ્ફી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને બીજા એક તેના મિત્ર અમાન વહોરાની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા પણ ધમકી આપી હતી. ત્યાર બાદ અમાન વહોરાએ પણ સગીરાને આણંદની એક મલ્ટીપ્લેક્સમાં લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આખરે સગીરાએ પરિવારને વાત કરતા પરિવારજનોએ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને હેવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સેલ્ફી વાઇરલ કરવાની ધમકી આપી
આજ કાલ સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો વધ્યો છે કે જેનો હવે દૂરઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં મિત્રતા આખરે સગીરાને ભારે પડી અને એક નહીં પણ બે બે હેવાનોએ યુવતીનો શારીરિક શોષણ કર્યું છે.  આણંદમાં સગીરા અભ્યાસ કરતી હોય મિત્રતાના નામે હેવાન મોહમંદે નિકટતા કેળવી બાદમાં સગીરાની એકલતાનો લાભ લઇ તેની સાથે મિત્રતાના નામે કેટલીક સેલ્ફી લીધી હતી. સગીરા સાથેની સેલ્ફીને દુષ્કર્મ માટે હથિયાર બનાવ્યું હતું. સેલ્ફી વાઇરલ કરવાની ધમકી આપી સગીરા સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. અને આ હેવાન આટલેથી અટકી ન હતી.

મિત્ર અમાનની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ
હેવાને પોતાના મિત્ર અમાન વહોરા સાથે સગીરાને મિત્રતા કરવા ધમકાવી હતી અને ઇન્સ્ટાગ્રામ ઉપર તેના મિત્ર અમાનની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ ઉભું કર્યું હતું. વિધર્મી યુવકની ધમકીને લઈ સગીરાએ અમાન વહોરાની પણ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી. અમાન વહોરાએ પણ સગીરા સાથે ધાક-ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ