બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Important statement of Amit Chavda regarding obc reservation

નિવેદન / OBC માટે સબ પ્લાન સમિતિ બનાવો, સરકારી ખાતામાં કોન્ટ્રાક્ટ પર નોકરી આપો, માંગ નહીં સંતોષાય તો કરીશું આંદોલન : અમિત ચાવડા

Khyati

Last Updated: 05:05 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ઓબીસી અનામત બચાવો સમિતિ કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

  • સુરતમાં ઓબીસી અનામત બચાવો કાર્યક્રમ
  • કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિચ ચાવડા રહ્યા હાજર
  • OBCને 27 % અનામત આપવામાં આવે- અમિત ચાવડા 

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં  ઓબીસી અનામત બચાવોના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઓબીસી સમાજને લઇને સરકાર પર કેટલાક પ્રહારો કર્યા હતા. 

ઓબીસીને  27 % અનામત આપવામાં આવે - અમિત ચાવડા

અમિત ચાવડાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતમાં 52 % OBC વસ્તી છે,છતાં OBCને યોગ્ય બજેટ કે યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી.OBC સમાજને ગ્રામ પંચાયત લેવલે સ્થાન મળ્યું નથી. OBCને 27 % અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે. સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે  ભાજપના શાસનમાં OBCને 1% રકમ ફાળવવામાં આવી નથી. 

માંગ નહી સંતોષાય તો આંદોલનની ચીમકી

રાજ્ય સરકાર દ્વારા SC STને બજેટ આપવામાં સ્થાન આપવામાં આવે છે તે રીતે OBCને પણ આપવામાં આવે.  OBC સબ પ્લાન સમિતિ બનાબવામાં આવે તેવી માંગ કરી હતી.ઉપરાંત સરકારી ખાતામાં કોન્ટ્રાક્ટ ભરતી થાય તેમાં પણ OBC ને સ્થાન આપવામાં આવે.OBC સમાજની આ દરેક માંગ નહીં સંતોષાય તો રોડ પર ઉતરીને આંદોલન કરવાની પણ અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી હતી.

ક્રોસ વોટિંગ કરનાર સામે કાર્યવાહી કરીશું- અમિત શાહ 

તો રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા  ક્રોસ વોટિંગ બાબતે જણાવ્યું કે કોણ કોણે ક્રોસ વોટિંગ કર્યુ તેની  તપાસ ચાલી રહી છે.તપાસ બાદ ક્રોસ વોટિંગ કરનાર સામે કાર્યવાહી કરીશું. તો કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન અંગે જણાવ્યું કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. 

 કદીર પીરઝાદાના નિવેદનનો હવે કોઇ પ્રશ્ન નથી રહેતો

તો આપ દ્વારા 300 યુનિટ ફ્રીમાં વીજળી આપવા મુદ્દે જણાવ્યુ કે આ સપના બતાવવામાં આવ્યા છે. તો કદીર પીરઝાદાએ નરેશ પટેલ અંગેના  નિવેદન મામલે દિલગીરી વ્યક્ત કરી હતી. એટલે હવે કોઇ પ્રશ્ન રહેતો નથી તેમ જણાવ્યું હતું. 

ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ લડાઇ રહેશે- અમિત ચાવડા 

તો આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યુ કે  ગુજરાતમાં માત્ર બે પક્ષ ભાજપ અને કોંગ્રેસને જ લોકો અપનાવશે,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ રહેશે, આ વખતનું ઇલેક્શન ઐતિહાસિક બની રહેશે. પરિવર્ત સર્જનારું ઇલેક્શન રહેશે.કોંગ્રેસ આ વખતે બહુમતી સાથે જીતી સત્તામાં આવશે,આપની જાહેરાતમાં ગુજરાતની જનતા નહીં ભોળવાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ