બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important News for TET-2 Candidates: 5 Ahmedabad and 2 Vadodara Exam Centers Changed

BIG NEWS / TET-2ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: 5 અમદાવાદના અને 2 વડોદરાના પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર

Priyakant

Last Updated: 08:31 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TET-2 Exam News: રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા સંખ્યાબંધ પરિક્ષા કેન્દ્રોમાં ફેરફાર બાદ હવે ઉમેદવારોને પરિક્ષા કેન્દ્રોમાં ફેરફાર બાબતે સૂચના અપાઈ

  • શિક્ષક યોગ્યતા કસોટી TET-2 ની પરીક્ષાને લઈ મોટા સમાચાર
  • TET-2 ના પરીક્ષા માટે સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર
  • TET-2 પરીક્ષા માટે અમદાવાદના 5 તો વડોદરાના પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર
  • TET-2 ની પરીક્ષા આપતા ઉમેદવારોને નવા પરીક્ષાકેન્દ્રો ધ્યાને આપવા સૂચના અપાઈ

TET-2 ની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, TET-2ના પરીક્ષા માટે સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. TET-2 પરીક્ષા માટે અમદાવાદ અને વડોદરાના પરિક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. જેને લઈ હવે TET-2ની પરીક્ષા આપતા ઉમેદવારોને નવા પરિક્ષા કેન્દ્રો ધ્યાને આપવા સૂચના અપાઈ છે. 

ગુજરાતમાં આગામી 23 એપ્રિલના રોજ TET-2 પરીક્ષા યોજાનાર છે. જેને લઈ હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, TET-2ના પરીક્ષા માટે સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે. જેમાં અમદાવાદના 5 તો વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. આ તરફ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર બાબતે સૂચના અપાઈ છે. 

અગાઉ પરીક્ષાની તારીખ કરાઇ હતી જાહેર
મહત્વનું છે કે, અગાઉ TET-2 ની પરીક્ષાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા TET-2  પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાશે તેવી જાહેરાત કરાઇ હતી. નોંધનીય છે કે, છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી.

ઓક્ટોબર મહિનામાં જાહેર કરાયો હતો કાર્યક્રમ
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. 

વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી
23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ