બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Important clarification regarding Custodial Death

આંકડો / કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને, NHRCના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Dinesh

Last Updated: 06:27 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના રિપોર્ટના ચોંકાવનારો આંકડા સામે આવ્યા છે. જે બાબતે કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકારના રાજમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’

  • કસ્ટોડિયલ ડેથ અંગે મહત્વનો ખુલાસો
  • નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનનો રિપોર્ટ સામે આવ્યો
  • પાંચ વર્ષમાં 80 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા

કસ્ટોડિયલ ડેથ અંગે મહત્વનો ખુલાસો થયો છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનની રિપોર્ટના ચોંકાવનારો આંકડા સામે આવ્યા છે. કસ્ટોડિયલ ડેથ અંગે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 80 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે.  

હિરેન બેંકરે આકરા પ્રહાર કર્યા 
રાજ્યના ગૃહ વિભાગ પર કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સભ્ય સમાજ-સિવિલ સોસાયટીઓ કાયદાકીય શાસનથી ચાલે છે અને ભાજપ શાસિત રાજ્યોમાં કસ્ટોડીયલ ડેથ મોખરે છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, પોલીસ ટોર્ચર, સમયસર મેડિકલ ટ્રિટમેન્ટ ન આપવી જેવા કારણો મોત માટે જવાબદાર છે.

હિરેન બેંકર

કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકારના રાજમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’. તેમણે ઉમેર્યું કે,  પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળવી સહિતના કારણો મોત માટે જવાબદાર છે. ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન ચિંતાનો વિષય છે તેમજ ગુજરાતમાં એક જ વર્ષમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં 24 મોત થયા છે. 

પ્રતિકાત્મક તસવીર

રીપોર્ટમાં વિગતો સામે આવી 
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના રીપોર્ટમાં વિગતો સામે આવી છે જેમાં 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 ઘટના બની છે. કોરોનાકાળના વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતની ઘટના વધીને સીધી 17 ઉપર પહોંચી છે જ્યારે 2021-22માં સૌથી વધુ 24 ઘટના બની છે. કેસોમાં કેટલાક કિસ્સામા પોલીસના મારવાને- ટોર્ચર કારણે આરોપીનો જીવ ગયાનો આક્ષેપ કરાયો છે. 

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના આંકડા!  

વર્ષ કસ્ટોડિયલ ડેથ
2017-18 14
2018-19 13
2019-20 12
2020-21 17
2021-22 24

છેલ્લા 5 વર્ષના આંકડા! 

રાજ્ય કસ્ટોડિયલ ડેથ
ગુજરાત 80
મહારાષ્ટ્ર 76
ઉત્તરપ્રદેશ 41
તમિલનાડુ 40
બિહાર 38

ગુજરાતમાં થયેલા કસ્ટોડીયલ ડેથમાં 

2017-18 14
2018-19 13
2019-20 12
2020-21 17
2021-22 24

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ