બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Impact of VTV News campaign on students sweaters

ગુજરાત / શાળામાં મનફાવે તેવું સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે, VTVની મુહિમની ધારદાર અસર, સરકારે કહ્યું સ્કૂલોની મનમાની નહીં ચાલે

Dinesh

Last Updated: 06:29 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થીઓના સ્વેટરને લઇ VTV ન્યૂઝના અભિયાનની અસર, અભિયાન બાદ રાજ્ય સરકારનો શાળાઓને આદેશ કે, શાળામાં મનફાવે તેવું સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે

  • વિદ્યાર્થીઓના સ્વેટરને લઇ VTV ન્યૂઝના અભિયાનની અસર
  • VTV ન્યૂઝના અભિયાન બાદ રાજ્ય સરકારનો શાળાઓને આદેશ
  • વિદ્યાર્થીઓ ઇચ્છે તેવું સ્વેટર પહેરી શકશેઃ ઋષિકેશ પટેલ


ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ પણ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડીમાં વધારો થતાં VTV ન્યૂઝ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સ્કૂલોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાલીઓએ જણાવ્યું હતું કે, શાળાઓએ સમજીને સમય ઘટાડવો જોઈએ, શાળાના વહીવટી તંત્રએ રાજકોટની ઘટનાથી શીખ લેવી જોઈએ. તેમજ સ્વેટરને લઈ પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. VTV ન્યૂઝના અભિયાન બાદ રાજ્ય સરકારનો શાળાઓને આદેશ આપ્યો છે.

વિદ્યાર્થીઓના સ્વેટરને લઇ VTV ન્યૂઝના અભિયાનની અસર
વિદ્યાર્થીઓના સ્વેટરને લઇ VTV ન્યૂઝના અભિયાનના પડઘા પડ્યા છે. VTV ન્યૂઝના અભિયાન બાદ રાજ્ય સરકારનો શાળાઓને કેટલાક આદેશ કરવામાં આવ્યાં છે. જેને લઈ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ઇચ્છે તેવું સ્વેટર પહેરી શકશે અને બાળકો કોઇપણ પ્રકારનું સ્વેટર પહેરી શકશે. સ્વેટર બાબતે સ્કૂલોની મનમાની નહીં ચાલે તમને જણાવી દઈએ કે, VTV ન્યૂઝે વિદ્યાર્થીઓના સ્વેટર મુદ્દે કેમ્પેઇન ચલાવ્યું હતું.  ઋષિકેશ પટેલે કહ્યું કે, વિદ્યાર્થીઓ સ્વેટર પોતાની રીતે પહેરી શકશે.

શું હતો સમગ્ર મામલો?
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર (રહે. ગોપાલનગર, ઢેબર રોડ, રાજકોટ) ગતરોજ ચાલુ ક્લાસમાં બેભાન થઈ ઢળી પડી હતી. જે બાદે તેને સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલવેનમાં બેસાડીને દોશી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જે બાદ તેની માતા દ્વારા આક્ષેપ સાથે વિનંતી કરવામાં આવી હતી. શાળાનો સમયમાં ફેરફાર કરાય. જે બાદ આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં VTVએ રિયાલિટી ચેક કર્યું હતું અને મુહિમ ચલાવી હતી. જ્યારે વિવિધ જિલ્લાઓમાં શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે અને સરકાર હરકતમાં આવી છે.

શાળાઓના સમયમાં ફેરફારના આદેશ
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે ફરજિયાતપણે તમામ શાળાઓને સવારનો સમય 8 વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે. શાળાના સમયમાં ફેરફાર જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું છે કે, ઠંડીના કારણે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકે છે. આચાર્ય સ્થાનિક કક્ષાએ નિર્ણય લઈ શકે છે. શાળામાં બાળકોની સલામતી અગત્યની છે. 

AMC સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો
વધતી ઠંડીને લઈને AMC સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધી સ્કૂલનો સમય સવારે 7.30 કલાકનો હતો ત્યારે ઠંડીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 8 વાગ્યે જઈ શકશે. સવારે વિદ્યાર્થીઓ 7.30 કલાકને બદલે જો 8 વાગ્યે સ્કૂલ પહોંચે તો વિદ્યાર્થીઓને શિક્ષક ઠપકો ન આપે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.

કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો
કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી સમયમાં ફેરફાર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ