બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / IMD issues alert in 19 states of India including Gujarat Maharashtra Delhi and Uttarpradesh

મેઘ સવારી / ચાર દિવસ સુધી મોન્સૂન એક્ટિવ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશનાં 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો આગાહી

Vaidehi

Last Updated: 06:59 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશનાં ૧૯ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.

  • હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
  • ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 19 રાજ્યોમાં વરસાદની આગાહી
  • દિલ્હીનું પણ વાતાવરણ પલટાઈ શકે છે

આ વર્ષે ચોમાસામાં ઓગસ્ટ મહિનો મોટા ભાગનાં રાજ્યોમાં કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે ત્યારે ચોમાસું હજુ પણ દેશનાં કેટલાંક રાજ્યોમાં હળવા વરસાદ અને અન્ય સ્થળોએ ગરમીનું વલણ બતાવી રહ્યું છે. ચોમાસાના આ વલણના કારણે દેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઇ રહી છે. આવી સ્થિતિમાં ભેજવાળી ગરમી લોકોને હેરાન-પરેશાન કરી રહી છે, જોકે આ વાતાવરણ વચ્ચે ભારતીય હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશનાં ૧૯ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતનાં રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી મોન્સૂન એક્ટિવ રહેશે, તેના લીધે ભારતના આ ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. 

મહારાષ્ટ્રનાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિ‌રિ, ધુલે, જલગાંવ અને નાસિક જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગે આજે ઉત્તર મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત ભારતના ઘણા ભાગોમાં મધ્યમથી મજબૂત વાવાઝોડાની આગાહી કરી છે, સાથે આજે હળવાથી મધ્યમના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદનો સામનો કરવો પડશે. દેશના વિવિધ ભાગોમાં વાદળો ફરી સક્રિય થઈ રહ્યાં છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

દિલ્હીનું વાતાવરણ
હવામાન વિભાગ અનુસાર દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ર૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે દિલ્હીમાં વાદળો કબજો કરી શકે છે. આવતી કાલે અને ૧૦ સપ્ટેમ્બરે   દિલ્હીના વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ થવાની શક્યતા હોવાથી દિલ્હી G-20 શિખરને વરસાદનું વિઘ્ન નડશે.

દેશનાં આ રાજ્યોમાં વરસાદની સ્થિતિ
આજે ઉત્તર-પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ, દક્ષિણ બિહાર, ઉત્તર મહારાષ્ટ્ર, ગુજરાત પ્રદેશ, મધ્યપ્રદેશના ભાગોમાં મધ્યમથી તીવ્ર વાવાઝોડાની શક્યતા છે અને અનેક વિસ્તારોમાં વીજળી પણ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં વીજળી પડવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, આંદામાન-નિકોબાર ટાપુઓ, સિક્કિમ, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ