બ્રેકિંગ ન્યુઝ
VTV / IMD forecast: Monsoon can be delayed in India, rain can be started from 4 june in Kerala
Vaidehi
Last Updated: 07:56 PM, 16 May 2023
ADVERTISEMENT
IMD હવામાન વિભાગે કેરળમાં દક્ષિણ-પશ્ચિમનાં મોનસૂનનાં આગમન અંગે આગાહી કરી છે. વિભાગે મંગળવારે કહ્યું કે 4 જૂન સુધી વરસાદ આવે તેવી શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્યરીતે 1 જૂનથી કેરળમાં પ્રવેશ કરે છે. તેમાં લગભગ 7 દિવસ જેટલું મોડું અથવા વહેલું થવાની શક્યતા રહેતી હોય છે.
The southwest monsoon, which normally reaches the southwesternmost parts of India by June 1, is likely to arrive slightly later this year.
— The Weather Channel India (@weatherindia) May 16, 2023
As per IMD, the 2023 monsoon onset over #Kerala will be on June 4, with a model error of ± 4 days.
Forecast: https://t.co/pEF2HhttYn
📸:… pic.twitter.com/higzStnbND
ADVERTISEMENT
કેરળમાં ચોમાસું 4 જૂનથી શરૂ થઈ શકે છે
હવામાન વિભાગનાં કાર્યાલયે નિવેદન આપતાં કહ્યું કે આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન થોડું મોડું આવી શકે છે. કેરળમાં ચોમાસું 4 જૂનથી શરૂ થઈ શકે છે. 2022માં દક્ષિણી રાજ્યમાં મોનસૂન 29 મેનાં શરૂ થયું હતું જ્યારે 2021માં 3 જૂનનાં રોજ શરૂ થયું હતું.
The IMD is going with a delayed monsoon onset of 4 June in #Kerala, #India. My forecast from early April went for an onset date of 3 June. pic.twitter.com/hgAkYJQAgH
— Jason Nicholls 💙 (@jnmet) May 16, 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસાનાં આધારે કેરળનું ચોમાસું નક્કી થાય છે
ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું જ્યારે આગળ વધે ત્યારે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થાય છે. અને આ ઘટના એક ગરમ માહોલમાંથી વર્ષાનાં વાતાવરણમાં રૂપાંતરણ થવાનાં સંકેત આપે છે. જેમ-જેમ મોનસૂન ઉત્તર દિશામાં આગળ વધે છે આ ક્ષેત્રોમાં ગરમીનાં તાપમાનથી રાહત મળતી જાય છે.
IMDએ ગયાં મહિને જણાવ્યું હતું કે ભારતમાં અલ નીનોની સ્થિતિ હોવા છતાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનાં વાતાવરણ દરમિયાન સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.