બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / if your train ticket lost know about the duplicate ticket and refund process

તમારા કામનું / ટ્રેનમાં યાત્રા પહેલા જો ટિકીટ ખોવાઇ જાય, તો તુરંત કરો આ કામ, મુસાફરી નહીં કરવા પર મળશે રિફન્ડ!

Vaidehi

Last Updated: 07:22 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ટ્રેનમાં યાત્રા પહેલા તમારી ટિકીટ ખોવાઈ જાય તો આ રીતે તમે વિન્ડોમાંથી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો.

  • યાત્રા પહેલા તમારી ટિકિટ ખોવાઈ જાય તો કરો આ કામ
  • વિન્ડોમાંથી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો
  • 50થી 100 રૂપિયા ચાર્જ ચૂકવી મળશે ટિકિટ

દેશમાં વિન્ડો પરથી ટિકિટ લઈને પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી  ઘટાડો થયો છે, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો વિન્ડો પરથી જ ટિકિટ લઈને મુસાફરી કરી રહ્યા છે. આ  સ્થિતિમાં  શું તમે વિચાર્યું છે કે જો તમે તમારી ટ્રેનની ટિકિટ ગુમ થઈ જાય તો શું થશે? જો તમે તેને પરત મેળવવા માંગતા હોય તો શું કરવું પડશે. અહીં અમે જણાવશું કે  જો તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ. બીજી તરફ  જો તમારી ટ્રેનની ટિકિટ ફાટી જાય તો પણ તમે બતાવવામાં આવેલા વિકલ્પ સાથે મુસાફરી કરી શકો છો. TTE તમને હેરાન કરશે નહીં.

બનાવી શકો છો  ડુપ્લિકેટ ટિકિટ
જો તમારી કન્ફર્મ ટિકિટ ખોવાઈ જાય છે અને તમારે મુસાફરી જરૂરી હોય તો તમે વિન્ડોમાંથી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો. એ ધ્યાન આપવું જરૂરી છે કે કન્ફર્મ અને RAC ટિકિટ પર જ  ડુપ્લિકેટ ટિકિટ આપવામાં આવે છે.

કેટલો થશે ચાર્જ..
જો તમે ડુપ્લિકેટ ટિકિટ બનાવવા જઈ રહ્યા છો  તો તમારે સ્લીપર કેટેગરી માટે 50 રૂપિયા અને અન્ય કેટેગરી માટે 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.ટિકિટની રકમના 25 ટકા જે ટિકિટ કાપવામાં આવી છે અથવા નુકસાન થયું છે તેના માટે ચૂકવણી કરવી પડશે.

રિફંડ પણ મળી શકે છે
ફાટેલી ટિકિટ માટે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કર્યા પછી ડુપ્લિકેટ ટિકિટ બનાવવામાં આવે છે. જ્યારે કન્ફર્મ ટિકિટ અને આરએસી ટિકિટ માટે ચાર્ટ તૈયાર થતા પહેલા જ ડુપ્લિકેટ ટિકિટો બનાવવામાં આવે છે. રેલ્વેના અન્ય એક નિયમ અનુસાર, જો ખોવાયેલી ટિકિટ મળી જાય અને ડુપ્લિકેટ ટિકિટ બની હોય તો તમે ડુપ્લિકેટ ટિકિટનું રિફંડ લઈ શકો છો. જો કે 20 રૂપિયા અથવા 5 ટકા બાદ કર્યા પછી રિફંડ આપવામાં આવશે.

મુસાફરી ન કરી હોય તો પણ તમને રિફંડ મળી શકે 
જો ટિકિટ ખોવાઈ ગઈ છે અથવા ફાટી ગઈ હોય તો તમે TTEનો સંપર્ક કરી તેના વિશે માહિતી આપી શકો છો. બીજી તરફ   ડુપ્લિકેટ ટિકિટ બનાવ્યા પછી જો તમે મુસાફરી કરવા માંગતા નથી   તો તમે કાઉન્ટર પર જઈને તેને પરત કરી શકો છો. તપાસ બાદ રેલવે તમને રિફંડ આપશે.

સંકળાયેલા મુદ્દાઓ

Duplicate IRCTC Rule Train Ticket lost ટ્રેન ટિકીટ ડુપ્લિકેટ ટિકિટ નિયમો IRCTC Rule
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ