બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / If you show development work, you will wear a sash: Congress MLA challenged by a local

વિરોધ / VIDEO: વિકાસના કામ બતાવો તો તમે કહો એ ખેસ પહેરીશ: કોંગ્રેસ ધારાસભ્યને સ્થાનિકે આપી ચેલેન્જ

Priyakant

Last Updated: 05:45 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાપર કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય પ્રચાર અર્થે ગયા બાદ સ્થાનિકોએ તેમનો રીતસરનો ઉઘડો લઈ લીધો, પાંચ વર્ષ સુધી એક પણ કામ ન કર્યા હોવાના આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો

  • રાપરમાં સ્થાનિક લોકોએ કોંગ્રેસના ધારાસભ્યને ઘેર્યા
  • ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાને લોકોએ ઘેર્યા 
  • ચાલુ પ્રચાર દરમિયાન સ્થાનિકોએ કર્યા આક્ષેપ
  • 5 વર્ષ દરમિયાન એક પણ કામ ન કર્યું હોવાના કર્યા આક્ષેપ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા બાદ અનેક ઉમેદવારોને કડવા અનુભવ થઈ રહ્યા છે. જેમાં વાવના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને હવે કચ્છના રાપરમાં પણ કોંગ્રેસના ઉમેદવારને આ કડવો અનુભવ થયો છે. વાત જાણે એમ છે કે, રાપર કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર અર્થે ગયા બાદ સ્થાનિકોએ તેમનો રીતસરનો ઉઘડો લઈ લીધો હતો. જેમાં પાંચ વર્ષ સુધી એક પણ કામ ન કર્યા હોવાના આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

કચ્છ જિલ્લાની રાપર બેઠક ઉપર કોંગ્રેસે બચુભાઈ અરેઠીયાને ટિકિટ આપી છે. જોકે ચૂંટણી પ્રચારમાં રાપર ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા અને તેમના પતિ એટલે કે હાલમાં રાપર સીટ પરથી કોંગ્રસના ઉમેદવાર બંનેનો વિરોધ થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પ્રચારમાં પહોંચેલા સંતોકબેન અરેઠીયા અને બચુભાઈ અરેઠીયાને સ્થાનિકોએ અનેક આક્ષેપો સાથે સવાલો કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. 

ધારાસભ્ય સંતોકબહેન અરેઠીયાનો લોકોએ લીધો ઉધડો 

રાપર સીટ ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સંતોકબહેન અરેઠીયાનો લોકોએ રીતસરની ઉઘડો લીધો હતો. જેમાં સ્થાનિકોએ પાંચ વર્ષ સુધી એક પણ કામ ન કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ સાથે સ્થાનિકે ધારાસભ્યને ચેલેન્જ આપી હતી કે, વિકાસના કામ બતાવો તો તમે કહોએ ખેસ પહેરીશ. કોંગ્રેસના ઉમેદવાર બાદ તેમના પત્ની ધારાસભ્ય સંતોકબેન પર પ્રજાના આક્રોશનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો પણ થયો છે વિરોધ

વાવના ધોભા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં અચાનક ગામના કેટલાક વ્યક્તિઓએ તેમનો વિરોધ કર્યો હતો. આ સાથે સ્થાનિકોએ ગેનીબેનને ગામમાં પ્રચાર કરતા પણ અટકાવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ સાથે ધોભા ગામમા પ્રચાર દરમ્યાન ગેનીબેનનો સ્થાનીકોએ ઘેરાવો પણ કર્યો હતો.

વિડીયોમાં સંભળાઇ રહ્યું છે કે, લોકો ગેનીબેનને કહી રહ્યા છે કે, કોઈના હાથા ના બનો રાજકારણને રાજકારણની જગ્યાએ રાખો, તમારી પાસે સત્તા નથી તો પણ આટલો વિરોધ કરો છો, તમે સત્તામાં આવ્યા પછી...... આવા અનેક આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ