બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / If you are thinking of taking a car-bike, know this

બજેટ 2023 / કાર-બાઇક લેવાનું વિચારતા હોવ તો આ જાણી લેજો! ગુડન્યૂઝ આપવાની તૈયારીમાં છે મોદી સરકાર

Priyakant

Last Updated: 03:01 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણા મંત્રી 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે જેમાં ઈલેક્ટ્રિક વાહનોને અંગે મોટી જાહેરાત કરી થઈ શકે

  • ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું વિચારતા લોકો માટે મોટા સમાચાર
  • આગામી બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને સસ્તા બનાવવા અંગે મોટી જાહેરાત થઈ શકે 
  • કેન્દ્રીય નાણા મંત્રી 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે જો તમે પણ હવે ઇલેક્ટ્રિક કાર, બાઇક અથવા સ્કૂટર (EV) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે હજુ થોડા મહિના રાહ જોવી જોઈએ. કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીમાં રજૂ થનારા આગામી કેન્દ્રીય બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને સસ્તા બનાવવા અંગે મોટી જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. 

તાજેતરમાં ઇવી ઉદ્યોગે સરકાર પાસે વાહનો પર ટેક્સમાં થોડી છૂટ આપવાની માંગ કરી છે. ઈવી ઈન્ડસ્ટ્રીની માંગ છે કે, સરકારે ઈવી પર ટેક્સ મુક્તિ વધારવી જોઈએ. આનાથી લોકો માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું સરળ બનશે. જો નાણામંત્રી ઉદ્યોગ આ માંગણીઓ સ્વીકારે છે તો ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને આનો ઘણો ફાયદો થશે.

મહત્વનું છે કે, ઇલેક્ટ્રિક વાહન બનાવવામાં સૌથી વધુ ખર્ચ તેમાં વપરાયેલી બેટરી પર થાય છે. સન મોબિલિટીના ચેરમેન ચેતન મૈનીએ જણાવ્યું હતું કે, એવી અપેક્ષા છે કે સરકાર એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ અને બેટરી પર જીએસટી ઘટાડી શકે છે. બેંગલુરુ સ્થિત કંપનીએ તાજેતરમાં 2023માં 10,000થી વધુ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની માંગ ઝડપથી વધી રહી છે. જો આમ જ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટનું સૌથી મોટું બજાર બની જશે.

ઇલેક્ટ્રિક વાહનોની માંગ  

ગયા મહિને એટલે કે નવેમ્બરમાં દેશમાં વેચાયેલા ઇલેક્ટ્રિક વાહનોની વાત કરીએ તો તેમનું કુલ વેચાણ 18,47,208 યુનિટ હતું. તેમાંથી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની સંખ્યા 76,438 હતી. આ કુલ ટુ વ્હીલર વેચાણના 4 ટકા છે. આ આંકડાને જોતા અન્ય ટુ વ્હીલર ઉત્પાદકો આગામી મહિનાઓમાં સારા વેચાણની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ઉદ્યોગને આ માટે સરકારની મદદની જરૂર છે. આવી જ એક કંપની ઝિપ ઈલેક્ટ્રીકનું કહેવું છે કે, લાસ્ટ-માઈલ ડિલિવરી સર્વિસમાં ઉપયોગમાં લેવાતા ટુ વ્હીલર પર જીએસટી ઘટાડવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ