બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / If you are thinking of buying an old car, keep these things in mind, otherwise there will be a huge loss

તમારા કામનું / જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ધ્યાનમાં રાખજો આ વાતો, નહીં તો થશે ભારે નુકસાન

Megha

Last Updated: 01:33 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂની કાર ખરીદ્યા પછી  તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેને અનુસરીને તમે કોઈપણ ટેન્શન વિના જૂની કાર ખરીદી શકો છો.

  • વધુ પૈસા ખર્ચવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે
  • એવું બને કે ઉતાવળમાં ખરાબ કાર ખરીદી લો છો
  • આ ટિપ્સ વિના ટેન્શન વિના જૂની કાર ખરીદી શકો છો

મોટાભાગના લોકો નવી કારમાં વધુ પૈસા ખર્ચવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. કારણ કે ઉપયોગ કરવા માટે તેમને કાર પણ મળે છે અને તેના માટે વધારે પૈસા ચૂકવવા પડતા નથી. પણ ઘણી વખત એવું બને છે કે ઉતાવળમાં અથવા છેતરપિંડી દ્વારા તમને ખોટી અથવા ખરાબ કાર ખરીદી લો છો જે બાદ તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. જૂની કાર ખરીદ્યા પછી  તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેને અનુસરીને તમે કોઈપણ ટેન્શન વિના જૂની કાર ખરીદી શકો છો.

-તમે સારી વપરાયેલી કાર ખરીદી રહ્યા છો તે કેવી રીતે તપાસવું
- સૌથી પહેલા એક વાતનું ધ્યાન રાખો કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
- આ પછી તમે જે કાર ખરીદવા માંગો છો તેની ઓવર-ઓલ કારની સ્થિતિ તપાસો. જો શક્ય હોય તો તમારી સાથે કોઈ સારા મિકેનિકને લઈ જાઓ.
- આ પછી ટેસ્ટ ડ્રાઈવ માટે એક વખત નહીં પણ ઘણી વખત જાઓ 
- ટેસ્ટ ડ્રાઈવ પછી કારના સંપૂર્ણ મેન્ટેનન્સ રેકોર્ડને તપાસો કે ક્યારે અને કેટલા કારના ભાગોનું સમારકામ કરવામાં આવ્યું છે.
- આ પછી સૌથી મહત્વની બાબત એ છે કે તમે કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ યોગ્ય રીતે કરો.

અહીં મળે છે જૂની કાર 
જો તમે ઓનલાઈન કાર ખરીદવા માંગો છો તો ઓનલાઈન તમને ઘણા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જે તમને ઓછી કિંમતે જૂની કાર ઓફર કરે છે. જેમાં કાર દેખો, કાર વાલે અને સ્પિની જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. અહીંથી તમે કાર ડીલર સાથે ચેટ કરી શકો છો અને કારના લોકેશન પર જઈને જાતે કારનું ટેસ્ટિંગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે તમે જૂની કાર ઓનલાઈન ખરીદી રહ્યા હોવ કે ઓફલાઈન કાર ખરીદી રહ્યા હોવ, આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ