બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / If the sisters come to stay at home, be careful, an unbelievable incident happened in Vadodara

ખાતર પાડ્યું / બહેનપણી ઘરે રોકાવા આવે તો ધ્યાન રાખજો, વડોદરામાં બની વિશ્વાસ ન આવે એવી ઘટના

Mehul

Last Updated: 09:05 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરમાં બહેનપણીના પરિવારે આયોજનપૂર્વક કરી 25 લાખની મતાની ચોરી. મુદામાલ સાથે બે મહિલા સહીત 4 ઝડપાયા

  • વડોદરામા દીકરીની મિત્રના ઘરે જ પાડ્યું ખાતર 
  • આખો પરિવાર 25 લાખની મતા ઉસેડી ગયો 
  • ચોર પરિવાર પોલીસ યુનિફોર્મમાં કરતો ચોરી 

દીકરીની જ મિત્રના ઘરે ચોરી કરનાર માતા, દીકરી, દીકરો અને મિત્ર ઝડપાયા. વડોદરા પોલીસે જે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તેમાં નવા ખુલાસા થયા.એક જ પરિવારના સભ્યોએ આયોજનપૂર્વક ચોરી કરી હોવાનું ખુલતા વધુ બે ગુના નોંધાયા. ત્યારે આ ચોર પરિવાર પોલીસ યુનિફોર્મ પહેરીને ચોરી કરવા જતો હોવાનું સામે આવ્યું છે 

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં 25 લાખની ચોરી થઈ હતી. જે કેસમાં તપાસ કરતા વિદ્યાર્થિનીની જ સહેલીની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક 25 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું. વડોદરા પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને 24.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા..જે આરોપીઓના અમદાવાદ ના ચાંદખેડા ખાતેના ઘરે તપાસ કરાતા એરગન સહિત ચોરી કરેલ પોલીસનો ડ્રેસ પણ મળી આવ્યો...જેને લઈને ચાંદખેડા માં અલગથી ગુનો નોધાયો. મહિલા આરોપી પોલીસના નામે પરિચય કેળવીને ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે. 

ફરિયાદી યુવતી મૂળ છોટાઉદેપુરના ઢોકલીયા ગામની વતની છે. અને વાઘોડિયાના આમોદર ગામ પાસેની શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતી પ્રેરણાબેન શાહ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ તમામ આરોપીઓ પ્રેરણા શાહની સહેલીના પરિવારજનો છે. પ્રેરણા શાહ સહેલી ધૃવીશા પટેલ સાથે રહે છે. ધૃવીશા પટેલ વતનમાં ગઇ તે જ દિવસે પ્રેરણા પણ તેની સહેલી યુક્તા ગઢવીના ઘરે અમદાવાદ ગઈ હતી. અમદાવાદ ગયા બાદ સહેલી યુક્તાની માતા નીલમ ગઢવીએ પોતાની દીકરી યુક્તા, પુત્ર સિદ્ધાર્થને ફરવા માટે મોકલી દીધા હતા.

દીકરીની સહેલીના ઘરે ચોરી કરવા નીલમબેન ગઢવી અને તેના મિત્ર શૈલેષભાઈ કેશાભાઈ પટેલ આમોદર પ્રેરણાના ઘરે આવી પહોંચ્યા હતા. અને સોસાયટીમાં કોઇ જોવે નહિં તે રીતે સિફતપૂર્વક પ્રેરણાના ઘરમાં 25 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું. 

આરોપીના પરિવારે ચોરી કર્યા બાદ એક એવી ભૂલ કરી કે જેનાથી તમામ લોકો ગિરફત માં આવી ગયા. પ્રેરણાને તેની મિત્રએ ફોન કરીને જણાવ્યું કે, આરોપી યુક્તાના મોબાઇલ ફોનના સ્ટેટસમાં સેમસંગ કંપનીનો ફોલ્ડ થ્રી મોબાઇલ ન્યુ એડેડ એમ લખીને મૂક્યો છે. આ સમાચાર મળતાં તપાસ કરી ખાતરી કરતા આ મોબાઈલ આરોપી માતાનો હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે એવી પણ શંકા ગઈ કે ઘરમાં થયેલી ચોરી સહેલી યુક્તા તેની માતા નીલમબેન ગઢવી તેના ભાઈ સિધ્ધાર્થ એ કરી છે.

આથી પ્રેરણાએ પોતાની સહેલી યુક્તા ગઢવી તેની માતા, ભાઇ અને સહેલીની માતાના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા હકીકતો સામે આવી અને આરોપીઓની ધરપકડ કરાઈ. ત્યારે આરોપીના ઘરેથી મળી આવેલ પોલીસ ડ્રેસ બાબતે અનેક લોકોને ડરાવી પૈસા પડાવી કે લૂંટ કરી અથવા આવા જ પ્લાનિંગ થી અનેક ચોરીઓ કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ