બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / If possible, stay at home, wear hat-glasses...: The system has announced an advisory regarding the heat, know the details

રાજકોટ / બની શકે તો ઘરમાં જ રહો, ટોપી-ચશ્મા પહેરો...: ગરમીને લઈને તંત્રએ જાહેર કરી એડવાઇઝરી, જાણૉ વિગતવાર

Vishal Khamar

Last Updated: 05:14 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળઝાળ ગરમીને લઈને રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં રાજકોટવાસીઓએ બપોરે લુ લાગવાની સંભાવનાને લઈ ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે.

  • મનપાના આરોગ્ય વિભાગની એડવાઇઝરી
  • બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું
  • મેડિકલ ઓફિસરને સ્ટેન્ડ બાય રહેવા સૂચન
  • ટોપી, ચશ્મા, કપડું અને પાણી સાથે રાખવું

 રાજકોટમાં કાળઝાળ ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. બપોરે 11 થી 2 વાગ્યા સુધી ભીષણ તાપ અને સૂર્યનાં સીધા કિરણોથી ખતરો ઉભો થાય છે.  બપોરે 2 થી 5 વાગ્યા સુધી લુ લાગી શકવાની સંભાવના વધુ છે. કામ વગર બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું. બહાર નીકળો તો માથે ટોપી, ચશ્મા પહેરવા મોઢે કપડું બાંધવું. પાણી સાથે રાખવું. હિટ સ્ટ્રોક અથવા ગરમી લાગવાનાં કિસ્સામાં નજીકનાં આરોગ્ય કેન્દ્રનો તુરંત સંપર્ક કરવો. મેડિકલ ઓફિસરને આરોગ્ય કેન્દ્રોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમીની સાથે હીટવેવની આગાહી કરી છે. 

અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી
ગુજરાતમાં અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્તમાન ઉનાળાની સિઝનમાં પહેલી વખત અમદાવાદીઓને ઓરેન્જ એલર્ટનો સામનો કરવો પડી રહ્યો છે.  આ દરમિયાન હવે આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના અપાઈ છે. 
જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના 
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં સતત વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને લઈ આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં ખાસ કરીને જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના આપી છે. જે અંતર્ગત સફેદ અને સુતરાઉ કપડા પહેરવા, પાણી પીવા બાબતે સૂચના અપાઈ તો હેલ્થ એન્ડ વેલનેસ સેંટર, CHC-PHC પર માર્ગદર્શન અપાશે. 
અત્યાર સુધી 249 હીટ સ્ટ્રોકનાં કેસ દેખાયા જેમાંથી કોઈ ગંભીર કેસ નથીઃ એપેડેમિક ડિસિઝ ડેપ્યુટી ડાયરેક્ટર 
એપેડેમિક ડિસિઝ ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ કતીરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વધુ ગરમી છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જિલ્લા વાર ગરમીની સ્થિતિ અલગ અલગ છે. તેમણે કહ્યું કે, અત્યા રસુધી 249 હીટ સ્ટ્રોક દેખાયા છે જેમાંથી કોઈ ગંભીર કેસ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ