બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / If Modi govt got red eye, Google took it back these 10 apps including Shaadi.com are back on play store

પ્રત્યાઘાત / મોદી સરકારે લાલ આંખ કરી તો ગૂગલની પાછી પાની, પ્લે સ્ટોર પર પરત આવ્યા શાદી ડોટ કોમ સહિત આ 10 એપ

Vishal Dave

Last Updated: 06:48 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મામલો સર્વિસ ફી ન ભરવાનો હતો. આ પછી ગૂગલે આ એપ્સને પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો.. વાસ્તવમાં, ઘણા સ્ટાર્ટઅપ્સ ઇચ્છતા હતા કે ગૂગલ દ્વારા કોઇ ચાર્જ વસુલવામાં ન આવે .

ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી કેટલીક ભારતીય એપ્સને હટાવવાનો નિર્ણય લીધો હતો. ગૂગલના આ નિર્ણયનો પહેલા સ્ટાર્ટઅપના સીઈઓ અને સ્થાપક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પછી સરકારે સખત વાંધો ઉઠાવ્યો હતો.. આ પછી ગૂગલે Shaadi.com સહિત અનેક એપ્સને હટાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

વાસ્તવમાં, શુક્રવારે સાંજે સામે આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ગૂગલે પ્લે સ્ટોર પરથી 10 ભારતીય એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે. જેમાં Shaadi.com, Naukri.com, 99 એકર જેવા નામો સામેલ છે. ગયા વર્ષે કંપનીએ કેટલાક એપ ડેવલપર્સને ચેતવણી પણ આપી હતી. આ પછી કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલના આ નિર્ણય પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે એપને હટાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ વિવાદને ઉકેલવા માટે સરકારે ગૂગલ અને એપના માલિકો સાથે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું, પરંતુ બેઠક પહેલા જ ગૂગલે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. અશ્વિની વૈષ્ણવે પીટીઆઈને જણાવ્યું કે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ભારતીય અર્થતંત્રની ચાવી છે.

શું હતો સમગ્ર મામલો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો સર્વિસ ફી ન ભરવાનો હતો. આ પછી ગૂગલે આ એપ્સને પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો.. વાસ્તવમાં, ઘણા સ્ટાર્ટઅપ્સ ઇચ્છતા હતા કે  ગૂગલ દ્વારા કોઇ ચાર્જ વસુલવામાં ન આવે .. અને પછી તેઓએ આ ચુકવણી કરી ન હતી. જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ  મહિલાઓને ડાર્લિંગ કહેવું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, થઈ શકે જેલની સજા- હાઈકોર્ટનો મોટો ચુકાદો
 

ગૂગલને ટીકાનો સામનો કરવો પડ્યો હતો

ગૂગલના આ નિર્ણયની ઘણા લોકોએ ટીકા કરી હતી. કુકુ એફએમના સીઈઓ લાલ ચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરીને ગૂગલની ટીકા કરી અને તેના નિર્ણયને ખોટો ગણાવ્યો. Naukri.com અને 99acresના ફાઉન્ડર સંજીવ બિખચંદાનીએ પણ પોસ્ટ કરીને ગૂગલ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ