બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / If Hardik Pandya is out, why Akshar Patel was not given a chance? Know how the previous performance has been

ક્રિકેટ / હાર્દિક પંડ્યા બહાર થયો તો અક્ષર પટેલને કેમ ન અપાયો મોકો? જાણો કેવું રહ્યું છે પહેલાનું પરફોર્મન્સ

Megha

Last Updated: 01:54 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તેની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં શા માટે સામેલ કરવામાં ન આવ્યો?

  • ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો
  • હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો
  • તેની જગ્યા પર અક્ષર પટેલને ટીમમાં શા માટે સામેલ કરવામાં ન આવ્યો 

ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે 7 મેચ રમી છે અને સાતેય મેચ જીતી પણ છે. આ બધા વચ્ચે હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 

આ તરફ હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો તેની સામે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી? ઘણા લોકોનું માનવું છે કે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કરતા અક્ષર સારો વિકલ્પ બન્યો હોત. 

હવે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે અક્ષર પટેલ વર્લ્ડ કપ 2023માં ટીમનો ભાગ હતો. પરંતુ એશિયા કપમાં ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. એવામાં અક્ષરની જગ્યાએ અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ટીમમાં તક મળી હતી. એ બાદ અક્ષર હવે સાજો થઈ ગયો છે અને T20 લીગ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બે મેચ પણ રમી છે એમ છતાં હાર્દિકની જગ્યાએ અક્ષરને મોકો કેમ ન મળ્યો?

તો એક રીપોર્ટ અનુસાર સાજા થઈને બે મેચ રમ્યા બાદ અક્ષર એનસીએમાં પરત ફર્યો હતો. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

હવે જો હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે મેચમાં પણ તે માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી છે. હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હાલ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ