બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / If a dog bites you, you will get a compensation of 10000 for each tooth mark

નિર્ણય / કૂતરું કરડે તો દરેક દાંતના નિશાનના બદલામાં મળશે 10 હજારનું વળતર, હાઈકોર્ટનો મોટો ચુકાદો

Kishor

Last Updated: 07:42 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે કોઈ વ્યક્તિને રખડતા શ્વાન બચકા ભરશે તો તેના દાંતના નિશાનના બદલામાં સરકારે 10,000 રૂપિયા ચૂકવવા પડશે.

  • હરિયાણા પંજાબ હાઇકોર્ટનો મહત્વનો હુકમ
  •  રખડતા શ્વાન બચકા ભરશે ત સરકારે 10,000 રૂપિયા ચૂકવવા પડશે
  • દાંતના નિશાન માટે ઓછામાં ઓછી 10,000 રૂપિયાની રાહત રકમ આપવા અનુરોધ

દેશના મોટાભાગના શહેરોમાં રખડતા શ્વાનના ત્રાસ વચ્ચે હરિયાણા પંજાબ હાઇકોર્ટનો મહત્વનો આદેશ સામે આવ્યો છે. જેમાં જણાવાયા અનુસાર હવે કોઈ વ્યક્તિને રખડતા શ્વાન બચકા ભરશે તો તેના દાંતના નિશાનના બદલામાં સરકારે 10,000 રૂપિયા ચૂકવવા પડશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દરેક દાંતના નિશાન માટે ઓછામાં ઓછી 10,000 રૂપિયાની રાહત રકમ આપવી જોઈએ. વધુમાં બચકા દરમિયાન વધુ માંસ બહાર આવ્યું હોય તો 20 હજાર ચુકવવા જણાવાયું છે.

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: 2 વર્ષની બાળકીને ભર્યા 40 બચકાં, સર્જરી કરાવવા  મજબૂર | In Surat, 40 children fed a 2-year-old girl to a stray dog

આ મામલામાં પ્રશાસન જ જવાબદાર રહેશે
એક બાજુ દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાઓ વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ઓક્ટોબર મહિનામાં જ પ્રખ્યાત ચા કંપની વાઘ બકરીના સીઈઓ પરાગ દેસાઈ પર રખડતા કૂતરાના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા. જેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ફરી રખડતા કૂતરાઓના હુમલાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સિવાય ગાઝિયાબાદમાં તાજેતરમાં જ એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને રખડતા શ્વાન મામલે કોર્ટ સતર્ક થઈ છે. રખડતા શ્વાન અને ઢોરના ત્રાસને લઈ સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉઠતા હોય છે આવી સ્થિતિ વચ્ચે કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ મામલામાં પ્રશાસન જ જવાબદાર રહેશે.

ખડતા ઢોરને લઈને સ્થાનિક તંત્ર સામે સવાલો
રખડતા પશુઓના હુમલાના કેસમાં કેટલું વળતર આપવું તે નક્કી કરવા માટે એક સમિતિ રચવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે સુનવણી દરમિયાન એવું પણ જણાવ્યું કે રખડતા પશુઓના પગલે અકસ્માતો અને હુમલાઓના કેસમાં વળતર મામલે સમિતિ બનાવી અને આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર, એસડીએ, ટ્રાફિક પોલીસના એસપી અથવા ડીસીપી જેવા અધિકારીઓને પણ સમાવેશ કરવો જોઈએ અદાલતનો આ ફેંસલો ત્યારે આવ્યો છે. જ્યારે રખડતા ઢોરને લઈને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ