બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / icsi cs professional and executive result 2022 declared at icsi

પરિણામ / પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ CSનું પરિણામ જાહેર: યશ જૈન એક્ઝિક્યુટિવ CSમાં દેશમાં 12મો ક્રમાંક

MayurN

Last Updated: 07:06 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) એ સીએસ પ્રોફેશનલ અને સીએસ એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ જાહેર કર્યું છે

  • પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ CSનું પરિણામ જાહેર
  • લક્ષ્ય ચાવલાએ  એક્ઝિક્યુટિવ CSમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો 
  • ગુજરાતના યશ જૈન એક્ઝિક્યુટિવ CSમાં દેશમાં 12મો ક્રમાંક પર

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) એ સીએસ પ્રોફેશનલ અને સીએસ એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ જૂન 2022 સત્ર માટે વ્યાવસાયિક અને એક્ઝિક્યુટિવ અભ્યાસક્રમોના સ્કોરકાર્ડને સત્તાવાર વેબસાઇટ icsi.edu મુલાકાત લઈને ચકાસી શકે છે.

કેટલું આવ્યું પરિણામ
પ્રોફેશનલ પ્રોગ્રામમાં મોડ્યુલ વનનું પરિણામ 22.95 આવ્યું છે, ત્યારે બીજા મોડ્યુલનું પરીણામ 25.73, ત્રીજા મોડ્યુલનું પરિણામ 16.84 ટકા આવ્યું છે જયારે એક્ઝિક્યુટિવ CS મોડ્યુલ વનનું 9.31, બીજા મોડ્યુલનું 19.55 ટકા પરિણામ આવ્યું છે.

રેન્કિંગ
જો ભારતમાં આવેલા એક્ઝિક્યુટિવ CSના રેન્કિંગની વાત કરીએ તો લક્ષ્ય ચાવલાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે સાથે બીજા નંબર પર વાત કરીએ તો સોનિયા બૂબ છે અને ત્રીજા નંબર પર એ. શ્રીકાંથનું નામ છે સાથે જ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના યશ જૈન એક્ઝિક્યુટિવ CSમાં દેશમાં 12મો ક્રમાંક મેળવ્યો છે.

30 નવેમ્બર પહેલા અરજી કરવી પડશે
રસ ધરાવતા વિદ્યાર્થીઓ જૂન 2023 ની પરીક્ષા માટે 30 નવેમ્બર, 2022 સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ https://smash.icsi.edu મુલાકાત લેવાની રહેશે. નોંધપાત્ર વાત એ છે કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ તે વિદ્યાર્થીઓ માટે ફરીથી નોંધણી નીતિની જાહેરાત કરી છે, જેમનું રજિસ્ટ્રેશન ઇન્ટરમિડિયેટ અને એક્ઝિક્યુટિવના સમયે સમાપ્ત થઈ ગયું હતું.

રિઝલ્ટ્સની ફીઝીકલ કોપી 30 દિવસમાં મળશે
સીએસ પ્રોફેશનલ સ્કોરબોર્ડની ફિઝિકલ કોપી 25 સપ્ટેમ્બર, 2022 (30 દિવસ) પહેલા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો તમને રિઝલ્ટની ફિઝિકલ કોપી ન મળે કે અન્ય કોઈ પ્રકારની સમસ્યા હોય તો સ્ટુડન્ટ્સ આ મેઇલ આઇડી [email protected] સાથે કોન્ટેક્ટ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ