બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / icmr study corona vaccine heart attack post covid hospitalization

BIG NEWS / 'હાર્ટ એટેક વધવા પાછળનું કારણ કોરોના વેક્સિન નથી', તો શું? રિસર્ચમાં ICMRએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Dinesh

Last Updated: 12:33 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

icmr study Heart attack : ICMRએ કહ્યું છે કે ભારતમાં કોવિડ -19 રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી, જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે

  • હાર્ટ એટેકને લઇ ICMRના રિસર્ચમાં ઘટસ્ફોટ
  • 'રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી'
  • 'જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી'


કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં 2 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. જો કે આ પછી યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોને કારણે રસી પર સવાલો ઉઠવા લાગ્યા હતા. આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ICMRએ પ્રતિક્રિયા આપી છે. ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે કે, રસી અને અચાનક મૃત્યુ વચ્ચેનો કોઈ સંબંધને નથી.  ICMRએ કહ્યું છે કે ભારતમાં કોવિડ -19 રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી
ICMRએ કહ્યું છે કે, કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કેસો અને જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવામાં આવે તો કોરોના વાયરસના કારણે મૃત્યુનું જોખમ ઘટી જાય છે. આ સિવાય ICMRએ અભ્યાસમાં જણાવ્યું છે કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ પરિવારમાં અચાનક મૃત્યુનો રેકોર્ડ, દારૂ પીવો, મૃત્યુના 48 કલાકની અંદર ડ્રગ્સ લેવાનું અથવા મૃત્યુના 48 કલાક પહેલા જોરદાર કસરત કરવી જેવા વિવિધ કારણો હોઈ શકે છે. ICMRએ 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2023 દરમિયાન આ અભ્યાસ હાથ ધર્યો હતો.

ICMRનો સર્વે
આ અભ્યાસમાં દેશની કુલ 47 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 18 થી 45 વર્ષની વયના લોકો જે દેખાતી રીતે સ્વસ્થ હતા. તેઓએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાંથી એક પણ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત ન હતી. અભ્યાસમાં માહિતી મળી છે કે જે લોકોએ રસીના બે ડોઝ લીધા હતા. અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ