બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ICC Rankings Big change in ODI rankings Pakistan overtakes Australia to top

ICC Rankings / ODI રેન્કિંગમાં મોટો ફેરફાર: ઓસ્ટ્રેલિયાને પછાડી આ દેશ પહોંચ્યો ટોપ પર, જુઓ ટીમ ઇન્ડિયા કયા સ્થાને

Megha

Last Updated: 09:13 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની ટીમે 5 મે ના રોજ કરાચીમાં આયોજિત ચોથી ODI મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 102 રને શાનદાર જીત મેળવીને ICCની ODI રેન્કિંગમાં નંબર વન બની છે.

  • ICCની ODI રેન્કિંગમાં મોટો ફેરફાર થયો
  • ODI રેન્કિંગમાં નંબર વન બની પાકિસ્તાનની ટીમ
  • કેપ્ટન બાબર આઝમે કહી આ વાત

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ODI રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. જણાવી દઈએ કે બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ હવે ODI રેન્કિંગમાં નંબર વન પર આવી ગઈ છે. એટલે કે ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનની ટીમ ODI રેન્કિંગમાં નંબર વન બની છે. પાકિસ્તાની ટીમે 5 મે ના રોજ કરાચીમાં આયોજિત ચોથી ODI મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 102 રને શાનદાર જીત મેળવીને આ સિદ્ધિ મેળવી હતી.

ODI રેન્કિંગમાં નંબર વન બની પાકિસ્તાનની ટીમ
ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે સીરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાની ટીમ 106 પોઈન્ટ સાથે રેન્કિંગમાં પાંચમા નંબર પર હતી પણ પહેલી ચાર મેચ જીતીને તે ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમથી આગળ નીકળી ગઈ હતી. પાકિસ્તાન હવે 113.483 પોઈન્ટ સાથે ODI રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 113.286 પોઈન્ટ સાથે બીજા અને ટીમ ઈન્ડિયા 112.638 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

કેપ્ટન બાબર આઝમે કહી આ વાત
ICC ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યા બાદ કેપ્ટન બાબર આઝમ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે આખી ટીમ અને સપોર્ટ સ્ટાફને શ્રેય આપ્યો. આ સાથે જ બાબર આઝમે કહ્યું, 'ટીમના પ્રયાસો અને સપોર્ટ સ્ટાફની મહેનતે અમને નંબર-1 બનવામાં મદદ કરી છે. મુશ્કેલ સમયમાં પાછા લડવા માટે સાથી ખેલાડીઓને ક્રેડિટ આપવી જોઈએ.'

બાબરે ચોથી વનડેમાં સદી ફટકારી 
ચોથી વનડેની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 334 રન બનાવ્યા હતા. ODI કારકિર્દીની 18મી સદી ફટકારતા કેપ્ટન બાબર આઝમે 107 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 43.4 ઓવરમાં માત્ર 232 રનમાં જ સમેટાઈ ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ