બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / ICC Men's ODI Rankings: Shubman Gill climbs to career-best fourth spot

ક્રિકેટનો બીજો કિંગ / 'શુભ'નો સિતારો ચમક્યો મધ્યાહને, કોહલી-વિરાટને વટી ગયો ગીલ, કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કીંગમાં પહોંચ્યો

Hiralal

Last Updated: 10:15 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટમાં ખૂબ ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડીયાના ઓપનર શુભમન ગીલ ICC ODI રેન્કીંગમાં 4થું સ્થાન મળ્યું છે.

  • શુભમન ગીલ બન્યો ભારતનો બીજો ક્રિકેટ કિંગ
  • ODI બેટર રેન્કીંગમાં 4થું સ્થાન મળ્યું 
  • ટોપ-10માં કોહલી અને રોહિતનું સ્થાન મળ્યું
  • કોહલી સાતમા સ્થાને, રોહિત આઠમા સ્થાને 

ઈન્ડિયન પ્રીમિયર લીગની વચ્ચે  ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ બુધવારે જાહેર થયેલા તાજેતરના આઇસીસી વન-ડે પ્લેયર રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં કારકિર્દીના શ્રેષ્ઠ ચોથા સ્થાને પહોંચી ગયો છે. ટોપ 10માં શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ છે. વિરાટ કોહલી પણ એક સ્થાનના સુધારા સાથે સાતમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે રોહિત શર્મા બેટ્સમેનોના રેન્કિંગમાં આઠમા સ્થાને યથાવત્ છે.

બાબર આઝમ ટોચ પર 
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોચ પર છે. બોલરોની વાત કરીએ તો, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટોપ 10માં યથાવત છે, તે આ યાદીમાં એકમાત્ર ભારતીય બોલર છે. તે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ બાદ ત્રીજા નંબર પર યથાવત છે.

એડેન માર્કરામને ફાયદો થયો
સાઉથ આફ્રિકાનો એડીન માર્કરામ બેટિંગ લિસ્ટમાં 13 સ્થાનના ફાયદા સાથે 41માં સ્થાને પહોંચી ગયો છે અને ઓલરાઉન્ડર્સની યાદીમાં 16 સ્થાનના સુધારા સાથે 32મા ક્રમે પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકાએ જોહનીસબર્ગમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં નેધરલેન્ડને 2-0થી હરાવ્યું હતુ. ન્યૂઝીલેન્ડના હેનરી નિકોલ્સ બે સ્થાનના સુધારા સાથે બેટિંગ લિસ્ટમાં 69માં સ્થાને પહોંચી ગયો છે.

સૂર્યકુમાર યાદવે ટોચનું સ્થાન જાળવી રાખ્યું
ટી-20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવે પણ બેટીંગની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે હાર્દિક પંડયા ઓલરાઉન્ડર્સની યાદીમાં બીજા ક્રમે યથાવત્ છે. બાંગ્લાદેશનો લિટ્ટન દાસ એક સ્થાનના સુધારા સાથે 21માં ક્રમે આવી ગયો છે, જે તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ છે. બોલિંગ લિસ્ટમાં માહિષ તિક્શાનાને ત્રણ સ્થાનનો ફાયદો થતાં તે 10માં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે બાંગ્લાદેશનો તસ્કીન અહેમદ ત્રણ સ્થાનના ફાયદા સાથે 36મા સ્થાને પહોંચી ગયો છે.

કયા કયા રેકોર્ડ કર્યાં શુભમન ગીલે 
(1) વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન 
(2) વનડેમાં 2000 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી 
(3) ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી 
(4) વિરાટ કોહલીનો સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ