બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ICC fines Team India and West Indies for breaking the rule of slow over rate

સ્પોર્ટ્સ ન્યૂઝ / IND vs WI: ટીમ ઈન્ડિયા અને વેસ્ટઈન્ડિઝ બંને ટીમોએ પહેલી T20I માં કરી મોટી ભૂલ, ICC બંને ટીમો આપી કડક સજા

Vaidehi

Last Updated: 05:47 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs WI: વેસ્ટઈંડીઝે ભારતની સામે ટી20 સીરીઝની પહેલી મેચમાં જીત મેળવી તેમ છતાં ICCએ ટીમ ઈન્ડિયા સહિત બંને ટીમો સામે પેનાલ્ટી ફાઈલ કરી છે.

  • ટી20ની મેચ હાર્યા બાદ ભારતને વધુ એક નુક્સાન
  • આચારસંહિતાનો ભંગ કરવા બદલ ચૂકવવો પડશે દંડ
  • ICCએ બંને ટીમો પર લગાવી પેનાલ્ટી

Ind vs WI: ટીમ ઈન્ડિયાને વેસ્ટઈંડીઝની સામે ટી20ની પહેલી મેચમાં 4 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. 3 ઑગસ્ટનાં ત્રિનિદાદનાં બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાતી આ મેચમાં ભારતને જીત માટે 150 રનોનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ 20 ઓવર બાદ પણ આ ટીમ ઈન્ડિયા ટાર્ગેટ સુધી ન પહોંચી શકી. મેચ બાદ ICCએ બંને ટીમો સામે પેનાલ્ટી ફટાકારી હતી.

બંને ટીમોએ ચૂકવવો પડશે દંડ
ટી20ની પહેલી મેચ હાર્યા બાદ ICCએ ટીમ ઈન્ડિયાની સામે એક્શન લીધો. ICCએ સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમ પર મેચ ફીઝનાં 5% દંડ ફટકાર્યો. એટલું જ નહીં ICCએ વેસ્ટઈંડીઝને પણ નથી બક્ષ્યું. મેચ જીત્યા બાદ વેસ્ટઈંડીઝે સ્લો ઓવર રેટ બદલ મેચ ફીઝનાં 10% ફાઈનની ચૂકવણી કરવી પડશે.

આચારસંહિતાનો ભંગ કર્યો હતો
માહિતી અનુસાર ખેલાડીઓ અને ખેલાડીઓનાં સહયોગી સ્ટાફ માટે ICCની આચારસંહિતામાં આવેલ સ્લો ઓવર ગતિ સાથે સંકળાયેલા અનુચ્છેદ 2.22 અનુસાર નિયત કરેલા સમયમાં ઓવર પૂર્ણ ન કરવા પર પ્રતિ ઓવરનાં દરથી મેચની ફીઝનાં 5% દંડ લગાવવામાં આવે છે. ભારતે નક્કી કરેલા સમયમાં 1 જ્યારે વેસ્ટઈંડીઝે 2 ઓવર એવી ફેંકી જેના લીધે બંને ટીમોને દંડની સજા મળી.

બંને ટીમનાં ખેલાડીઓએ દંડનો કર્યો સ્વીકાર
વેસ્ટઈંડીઝનાં કેપ્ટન રોવમેન પોવેલ અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા બંનેએ આરોપોનો સ્વીકાર કરી લીધો હતો જેના લીધે વધુ સુનાવણીની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઓન ફીલ્ડ અંપાયર્સ ગ્રેગરી બ્રેથવેટ,પેટ્રિક ગુસ્ટર્ડ, થર્ડ એમ્પાયર નિગેલ ડુગુઈડ અને ચોથા એમ્પાયર લેસ્લી રીફરે બંને ટીમો પર સ્લો ઓવર રેટનો આરોપ મૂક્યો હતો.

હાર બાદ પણ ખુશ દેખાયો હાર્દિક પંડ્યા
ભારતને 200મી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને 4 રને હરાવ્યું હતું. ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 39 રનની ઇનિંગ રમી હતી. પહેલી T20 મેચમાં હાર છતાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયો નથી. તેણે યુવા ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું કે અમે આવનારી 4 મેચમાં પુનરાગમન કરીશું. હાર્દિકે ટીમની હાર પર કહ્યું કે ટીમ યુવા છે અને હારમાંથી પણ શીખશે. હાર્દિકે કહ્યું કે અમારો રનનો ચેઝ કરવો યોગ્ય હતો. અમે કેટલીક ભૂલો કરી જેના કારણે અમને મેચની કિંમત ચૂકવવી પડી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ